Gir Somnath News/ ગીર સોમનાથ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સહિત આઠ શખ્સો જુગાર રમતા ઝડપાયા, 2.65 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે 2,38,100 રૂપિયા રોકડા અને 27,500 રૂપિયાની કિંમતના 7 મોબાઈલ ફોન જપ્ત કર્યા

Top Stories Gujarat Others

Gir Somnath News : ઉના શહેરમાં જુગાર ધારા હેઠળ ગીર સોમનાથ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. જેમાં પોલીસે વેરાવળ રોડ પર આંબાવાડી વિસ્તાર નજીક અશોકનગરમાંથી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત 8 લોકોને જુગાર રમતા પકડી પાડ્યા છે.

પીએસઆઈ એ.સી. સિંધવ પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ડાભી, ભાવિનભાઈ કાનાબાર, શહેર ભાજપ ઉપપ્રમુખ અલ્પેશભાઈ ધકણ,વિમલભાઈ ઝવેરી, હરેશભાઈ ગોસ્વામી, અને ચીમનભાઈ વાઢેરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અને જુડવાડલીના રહેવાસી અશોકભાઈ દોમડિયા અને ડોલસાના રહેવાસી કેયુરભાઈ લાખાણીની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ શખ્સો પાસેથી પોલીસે 2,38,100 રૂપિયા રોકડા અને 27,500 રૂપિયાની કિંમતના 7 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે અને કુલ 2,65,600 રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. ભાજપના નેતાઓની ધરપકડના સમાચાર જિલ્લામાં આગની જેમ ફેલાઈ ગયા હતા. જોકે, કોઈપણ ભલામણને ધ્યાનમાં લીધા વિના, પોલીસે તમામ આરોપીઓ સામે જુગાર કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં સ્કૂલમાં હત્યાના બનાવ બાદ ભુજમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે પંચ અને કડા વડે લોહિયાળ જંગ

આ પણ વાંચો:ભુજના રૂદ્રમાતા નજીક નોખાણીયા ફિલ્ડ બટ ખાતે 8 દિવસ સુધી ફાયરિંગ પ્રેક્ટીસ 

આ પણ વાંચો:કચ્છમાં દારૂના નશામાં બેફામ નબીરાનો આતંક, માંડવી-ભુજ રોડ પર ત્રણ ગંભીર ઈજાગ્રસ્ત