Banaskantha News/ બનાસકાંઠાના સુઈગામમાં 8 કલાકમાં 8 ઈંચ વરસાદ

અનેક રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા

Top Stories Gujarat

Banaskantha News : ગુજરાતમાં શનિવારે (6 સપ્ટેમ્બર)થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. અનેક રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા છે.વરસાદને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતા વાહનચાલકો પણ પરેશાન થઈ ગયા છે. અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે.

વેજલપુર, જુહાપુરા, સરખેજ, મેઘાણીનગર, વટવા, મણિનગર, જશોદાનગર, એસ.જી.હાઈવે, બોપલ વગેરે વિસ્તારોમાં વરસાદે જોરદાર બેટિંગ કરી છે. સમગ્ર ગુજરાતના છેલ્લા સવારના 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીના વરસાદી આંકડાની વાત કરીએ તો સૌથી વધુ બનાસકાંઠાના સુઇગામમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જ્યાં 8.27 ઈંચ વરસાદ પડ્યો છે. બનાસકાંઠા, ગાંધીનગર અને વલસાડમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હોવાના હવામાન વિભાગના આંકડા દર્શાવે છે.

છેલ્લાં 8 કલાકમાં 211 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 8 કલાકમાં 8.27 ઈંચ વરસાદ જેટલો ભારે વરસાદ બનાસકાંઠાના સુઇગામમાં ખાબક્યો છે. વલસાડ જિલ્લાના વલસાડ શહેર, કપરાડા, બનાસકાંઠાના વાવ, તાપીના ડોલવણ, ગાંધીનગરના દહેગામમાં ત્રણ-ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં બેથી ત્રણ ઈંચ જેટલો વરસાદ હવામાન વિભાગના અનુસાર નોંધાયો છે.

7 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં રેડ ઍલર્ટ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. તેમજ દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, પોરબંદર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

વરસાદનું જોર 8 સપ્ટેમ્બરથી ઘટતું જોવા મળે છે. જેમાં આ દિવસે કચ્છ, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો:ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં ૮ કલાકમાં ૨.૫ ઇંચ વરસાદ, નર્મદામાં રાતે પ્રતિ સેકન્ડે 1.26 કરોડ લીટર પાણી વહેશે

આ પણ વાંચો:આવતી કાલે નર્મદા-તાપીમાં વરસાદનું રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ

આ પણ વાંચો:પંજાબમાં ભય, દિલ્હીમાં પૂરનો ભય, યુપી, ઉત્તરાખંડ, હિમાચલમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી