World News/ ભારતીયો ટ્રમ્પના વધુ એક નિર્ણયથી મુશ્કેલીમાં, ટેક્સ ભરવા છતાં ડિપોર્ટેશનનો ખતરો

આ પગલાથી H-1B વિઝા ધારકો સૌથી વધુ જોખમમાં હોવાનું નિષ્ણાતોનું કહેવું છે

Top Stories World

World News : ઇમિગ્રન્ટ્સ માટે ગેરકાયદેસર રોજગારના કેસમાં દેશનિકાલનું જોખમ વધ્યું છે, કારણકે અમેરિકામાં ઇમિગ્રેશન એજન્સીઓ દ્વારા IRSના રેકોર્ડ્સનો ઉપયોગ વધ્યો છે. સ્ટુડન્ટ વિઝા અથવા H-1B વિઝા પર રહીને સાઈડ હસલ દર્શાવવા એ હવે ફરીથી પ્રવેશ પ્રતિબંધ, વિઝાની મુદત વધારવાનો અન્કાર, ડિપોર્ટેશન અને દેશનિકાલની કાર્યવાહીનું કારણ બની શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, જે લોકોએ ટેક્સ રિટર્નમાં વધારાની કમાણી (સાઈડ હસલ)ની માહિતી આપી છે, તેમને હવે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રામાણિકતાથી ટેક્સ ભરવા અને આવક રિપોર્ટ કરવા છતાં, તેમના વિઝાની અવધિ વધારવા પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે, સાથે જ તેમને ફરીથી પ્રવેશ પર રોક અને દેશનિકાલ સુધીની કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે.

‘આઈઆરએસએ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) સાથે ડેટા શેર કર્યો હોવાનું મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઇમિગ્રેશન એટર્ની જાથ શાઓએ જણાવ્યું હતું હવે અમે જોઈ રહ્યા છીએ કે લોકો એ જ કાર્યો માટે ફસાઈ રહ્યા છે, જેની કમાણી તેમણે પોતે જ રિપોર્ટ કરી અને ટેક્સ ભર્યો.’ઘણીવાર આ આરોપ ત્યારે લાગે છે જ્યારે કોઈ પ્રવાસી બીજી કોઈ ભૂલમાં પકડાય છે અને તપાસમાં જૂની કમાણી સામે આવી જાય છે,એમ શાઓએ કહ્યું હતું.

આ પગલાથી H-1B વિઝા ધારકો સૌથી વધુ જોખમમાં હોવાનું નિષ્ણાતોનું કહેવું છે.કારણ કે સ્પોન્સર કંપની સાથે તેમની નોકરી સીધી જોડાયેલી હોય છે. ‘જો USCIS ટેક્સ રેકોર્ડમાં દર્શાવેલી સાઈડ ઈનકમના આધારે નોટિસ ઈશ્યુ કરે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે., એમ વકીલ અભિનવ ત્રિપાઠીએ કહ્યું હતું. આ મામલો વિઝા સ્ટેટસના ઉલ્લંઘનનો બની શકે છે ઉપરાંત દેશનિકાલ સુધી લઈ જઈ શકે છે.’

વ્યાજ કે મૂડી લાભ (capital gains) જેવી આવક પર સમસ્યા થતી નથી,એમ પણ જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું. પરંતુ ફ્રીલાન્સ પ્રોજેક્ટ્સ કે ઓનલાઈન સાઈડ જોબ્સ ગંભીર જોખમ વધારે છે. તેમનું કહેવું છે કે ચિંતાનો વિષય એ છે કે અધિકારીઓ હવે ટેક્સ રેકોર્ડ્સની ઊંડાણપૂર્વક તપાસ કરીને નિષ્ક્રિય અને સક્રિય આવકનું અર્થઘટન પોતાની રીતે કરવા લાગશે, જેને લઈને આ પરિસ્થિતિ પ્રવાસીઓ માટે વધુ ગૂંચવણભરી બની શકે છે.

નિષ્ણાતોએ ચેતવણી આપી છે.અમેરિકામાં પ્રવાસીઓએ હવે ખૂબ જ સાવધ રહેવું પડશે., એવી નિષ્ણાતોએ ચેતવણી આપી છે.એક એટર્નીએ કહ્યું, ‘ ભલે સાઈડ હસલથી થોડા ડોલરની કમાણી થઈ જાય, પરંતુ તેની કિંમત તમારું અમેરિકન સપનું હોઈ શકે છે.’


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બ્રિટનનું ખોટું સ્વપ્ન બતાવીને 20 લાખની છેતરપિંડી, ગુજરાતમાં એક સંબંધીએ આચરી છેતરપિંડી

 આ પણ વાંચો:બ્રિટનમાં એસ જયશંકરની સુરક્ષામાં મોટી ભૂલ, ભારત સરકારે આપી આકરી પ્રતિક્રિયા

 આ પણ વાંચો:બ્રિટનના ઉત્તર સમુદ્રમાં જહાજ તેલ ટેન્કર સાથે અથડાયું, જહાજમાં 37 લોકો હતા સવાર