Gandhinagar News/ ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે દહેગામ ખાતે “જન આક્રોશ સભા”નું આયોજન કરવામાં આવ્યું…

ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી શાસન કરતી ભાજપની સરકાર દરેક મોર્ચે નિષ્ફળ નીવડી છે. તમામ વર્ગ વિસ્તારના લોકો ભેદભાવ અને અન્યાયનો ભોગ બન્યા છે…

Gujarat Gandhinagar

Gandhinagar News: ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા આજે દહેગામ ખાતે મંદી, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામે જનતાના હક્ક અધિકારની લડાઈને બુલંદ કરવા “જન આક્રોશ સભા”નું આયોજન કરવામાં આવ્યું હતું. જનતાના આક્રોશને વાચા આપવા ગુજરાત કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભાનું આયોજન કરાયું હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું.

મંદી,મોંઘવારી,ભ્રષ્ટાચાર અને બેરોજગારી ચારે તરફ વધી છે: અમિત ચાવડા

સભામાં સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ના અધ્યક્ષ અમિત ચાવડા (Amit Chavda)એ જણાવ્યું કે ગુજરાત (Gujarat)માં છેલ્લા 3 દાયકાથી શાસન કરતી ભાજપની સરકાર (BJP Government) દરેક મોર્ચે નિષ્ફળ નીવડી છે. તમામ વર્ગ વિસ્તારના લોકો ભેદભાવ અને અન્યાયનો ભોગ બન્યા છે અને એના કારણે આજે દરેક વ્યક્તિ દુઃખ અને આક્રોશમાં છે. મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી ચારે તરફ વધી છે.

યુવાનોને રોજગાર આપવાની જગ્યાએ પેપરલીક અને ભરતીપરીક્ષામાં ભેદભાવ થઈ રહ્યા છે

કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, ખેડૂતો (Farmers)ની આર્થિક હાલત ખૂબ ખરાબ છે, ધંધા-વ્યાપાર ચોપટ થઈ રહ્યા છે. દારૂ અને ડ્રગ્સ (Drugs)ની બદી વધી રહી છે. યુવાઓને રોજગાર જોઈએ, પણ તેની જગ્યાએ પેપર લીક (Paper Leak) અને ઇન્ટરવ્યુમાં ભેદભાવ થાય છે.

તમામ લોકોની તકલીફોને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્યના તમામ 182 વિધાનસભા વિસ્તારોમાં જન આક્રોશ સભા (Jan Akrosh Sabha)ઓ દ્વારા લોકોના અવાજને બુલંદ કરવાનો સંકલ્પ કર્યો છે. આજ દહેગામથી એની શુભ શરૂઆત કરવામાં આવી છે.

ગુજરાતમાં રસ્તામાં ખાડા નહિ પરંતુ આખી સરકાર ખાડે ગઈ છે: અમિત ચાવડા

તમામ નેતા-કાર્યકર્તાઓએ લોકોના હક્ક અધિકાર અને સંવૈધાનિક અધિકારોની રક્ષા માટે લડવાનો સંકલ્પ લીધો છે.

વોટચોરોને ખુલ્લા પાડવા અને મતના અધિકારની રક્ષા માટેનું આ અભિયાન: અમિત ચાવડા

“વોટચોરો (Vote Chor)ને ખુલ્લા પાડવા અને મતના અધિકારની રક્ષા માટેનું આ અભિયાન ઘર ઘર સુધી લઈ જઈ સફળ બનાવાશે આજે રાજ્યમાં ચારે તરફ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે, રસ્તામાં ખાડા નહિ પરંતુ આખી સરકાર ખાડે ગઈ છે. લોકોના આક્રોશને લઈને આવનારા દિવસોમાં કોંગ્રેસ લોકો વચ્ચે જઈ સરકાર સામે જનઆંદોલન ઊભું કરશે.” એમ અમિત ચાવડાએ જણાવ્યું હતું.

[fvplayer id=”169″]

આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, CLP લીડર ડો.તુષાર ચૌધરી, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, CWC સભ્ય જગદીશભાઈ ઠાકોર, સહપ્રભારી સુભાષીની યાદવ, સહપ્રભારી રામકીશન ઓઝા, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ પટેલ, ગાંધીનગર જિલ્લા પ્રમુખ અરવિંદસિંહ સોલંકી સહિતના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Porbandar News/પોરબંદરમાં 6 વર્ષની બાળકી પર બળાત્કાર, આરોપીની ધરપકડ, પોલીસે તપાસ શરૂ કરી

આ પણ વાંચો: Surat News/સુરતના ડિંડોલીમાં શિક્ષિકા પર બળાત્કાર, હોમગાર્ડ જવાનની ધરપકડ, પોલીસે તપાસ શરૂ કરી

આ પણ વાંચો: Mehsana news/મહેસાણામાં તાંત્રિક વિધિના નામે ભુવાએ 8 વર્ષ સુધી યુવતી પર ગુજાર્યો બળાત્કાર, કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ