Lifestyle: આ દિવાળી (Diwali Festival)એ તેલ નહિં,પાણીમાં પૂરીઓ તળો. પૂરીઓ વિના તો તહેવારનું જમણ અધૂરું ગણાય છે. તહેવારોમાં મહેમાનોને ખવડાવો અને વાહવાહી મેળવો!
તહેવારોમાં ભાત-ભાતની મીઠાઇઓ, ફરસાણ વગેરે ખાવા-ખવડાવવાની પરંપરા છે અને એમાંય તહેવારે પૂરી વિના તો ભોજનની થાળી પણ પૂર્ણ ગણાતી નથી. પરંતુ હકીકત એ પણ છે કે, ખાંડ અને તેલ (Sugar & Oil) વધુપડતુ લેવાથી સ્વાસ્થ્યને હાનિ પહોંચી શકે છે. જેથી સ્થૂળતા (Obesity) સહિતની ઘણી સમસ્યાઓ ઉદભવે છે. શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ (Colesterol)નું સ્તર પણ વધે છે. આવા સંજોગોમાં જો તમે આ ફેસ્ટિવ સીઝનમાં સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનું સંતુલન બનાવી રાખવા માગતા હો તો આ ઓઇલ ફ્રી રેસિપી (Oil Free Recipe) અવશ્ય ટ્રાય કરજો. પાણી (Water)માં પૂરી (Puri) તળાય ખરી? આ વાત નવાઇ લાગે એવી છે પણ સંભવ છે અને અહિં અમે લઇને આવ્યા છીએ એની રેસિપી…

શી રીતે બનાવશો પાણીમાં તળેલી પૂરીઓ?
પાણીમાં પૂરીઓ તળવાની સામગ્રી અને વિધિ જોઇ લઇએ.
સામગ્રી
1 કપ ઘઉંનો લોટ
2 ચમચી દહીં
1/2 ચમચી અજમો
સ્વાદાનુસાર મીઠું
આવશ્યકતા અનુસાર પાણી

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ એક કપ ઘઉંનો લોટ (Wheat Flour) લઇને એમાં સ્વાદાનુસાર મીઠું (Salt) અને અડધી ચમચી અજમો ઉમેરો. હવે લોટને સારી રીતે કેળવી લો, અહિં ધ્યાન રાખવું કે, લોટ થોડો કઠણ હોવો જોઇએ.
2. લોટ બાંધ્યા પછી એની ઉપર ઘી લગાવી લો અને એક સુતરાઉ કપડાથી ઢાંકીને 10 મિનિટ એમ જ રહેવા દો.
3. ત્યારબાદ લોટના લુવા પાડીને એને વણી લો. એક તરફ કડાઇમાં તેલની જગ્યાએ અડધી તાવડી ભરાય એટલું પાણી ઉમેરો અને ઉકળવા દો.

4. પાણી જ્યારે ઉકળવા લાગે ત્યારે એમાં ધીમે-ધીમે પૂરીઓ નાખતા જાઓ અને આ પૂરીઓને 2-3 મિનિટ સુધી પકાવી લો. એ તરીને ઉપર આવે ત્યારે એમને પાણીની બહાર ઝારા વડે કાઢી લેવી.
5. હવે આ ઉકળેલી પૂરીઓને એર ફ્રાયર (Air Fryer)માં રાખો અને 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 5 મિનિટ સુધી એર ફ્રાય કરી લો. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, એર ફ્રાયર અગાઉથી ગરમ હોવું જોઇએ અને ફ્રાયરમાં એકસાથે વધારે પૂરીઓ નાખવી નહિં, નહિં તો એ સારી રીતે પાકશે નહિં.
6. તો તૈયાર છે તમારી પાણીમાં તળેલી ઓઇલ-ફ્રી પૂરીઓ! એમને તમે મનપસંદ શાક અથવા મસાલેદાર છોલે વગેરે વાનગીઓ સાથે સર્વ કરી શકો છો.
આ પણ વાંચો:સોજી-બેસનના અપ્પમ બનાવો 10 મિનિટમાં, ઝટપટ જોઇ લો આ રેસિપી…
આ પણ વાંચો:ઘરે બનાવો ખસ્તા કરારી આલુ-પ્યાજ કચોરી, આ રેસિપીને ફૉલો કરો…
આ પણ વાંચો:દિવાળીએ ઘરે જ બનાવો ટેસ્ટી-હૅલ્ધી કરારા મગ દાળ સમોસા, ફટાફટ રેસિપી..!
