Ahmedabad News/ વેપારીઓને હનીટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવનાર, એક વર્ષથી ફરાર યુવતી પોલિસની ચપેટમાં

વેપારીઓને હનીટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવનાર યુવતીને આખરે નરોડા પોલીસે એક વર્ષ બાદ ઝડપી લીધી છે.

Gujarat Trending
Police arrest young woman in honeytrap case

હનીટ્રેપમાં 2 વેપારીઓને ફસાવીને લાખો રૂપિયા પડાવનાર યુવતીને આખરે નરોડા પોલીસે એક વર્ષ બાદ ઝડપી લીધી છે. આ યુવતી તેના અન્ય સાગરિતો સાથે મળીને બે અલગ અલગ વેપારીઓને હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હતા.

યુવતીના રિસેપ્શન પહેલા જ પોલીસે યુવતીની ચાલુ કથામાંથી ધરપકડ કરી
યુવતીના ત્રણ સાગરિતોની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી. પરંતુ યુવતી છેલ્લા એક વર્ષથી પોલીસને હાથતાળી આપીને નાસી રહી હતી. યુવતીએ એક યુવક સાથે લગ્ન કરી લીધા હતા અને યુવતીનું રિસેપ્શન પણ યોજવાનું હતું પરંતુ યુવતીના રિસેપ્શન પહેલા જ પોલીસે યુવતીની ચાલુ કથામાંથી ધરપકડ કરી છે.

એક વર્ષથી ફરાર હતી
નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇની સૂચનાથી એક વર્ષથી હની ટ્રેપના ગુનામાં ભાગતી યુવતીને ઝડપી લેવા પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી હતી. પોલીસે બાતમીના આધારે હિના ઉર્ફે જાનવી વડોદળાની અમદાવાદના ગોતાથી ધરપકડ કરી છે. તેના રાજકોટના સાગર સાથે મળીને વેપારીને પ્રેમ જાળમાં ફસાવ્યા હતા જે બાદ અલગ અલગ બહાનાથી વેપારીઓ પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા હતા. આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024 માં બે અલગ અલગ અને ટ્રેપની ફરિયાદ નોંધાઈ હતી.

પહેલા રિયલ એસ્ટેટના ધંધાર્થીને ફસાવ્યા હતા
એક ફરિયાદમાં રાજસ્થાનનાં રિયલ એસ્ટેટનાં વેપારીને આ યુવતીએ શીતલ પટેલના નામે વ્હોટ્સએપ મેસેજ કરી નરોડા મળવા બોલાવ્યો હતો. જ્યાં વેપારીએ યુવતી સાથે ખરીદી કરી અને બાદમાં રોડ પર અચાનક એક ગાડીમાં 3 શખ્સો આવ્યા અને પોતાની પત્ની સાથે વેપારી શું કરે છે, તેમ કહીને બળાત્કારનાં ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 50 લાખ રૂપિયા માંગ્યા હતા. વેપારીનું અપહરણ કરી એક લાખ રોકડા અને 2.40 લાખનાં દાગીનાં પડાવી તમામ ફરાર થઈ ગયા હતા.

બાજા સુરતના વેપારીને ફસાવ્યા હતો
અને બીજી ફરિયાદમાં સુરતમાં રહેતા અને ન્યુટ્રીશીયન પાવડરનો વેપાર કરતા વેપારીને ફોન કરી શીતલ મહેતા તરીકેની ઓળખ આપી હતી. પોતાનું વજન ઉતારવા માટે ન્યુટ્રીશીયન પાવડર ખરીદવાનું કહીને વાતો શરૂ કરી હતી. જેની વિગતો સમજાવવાનાં નામે વેપારીને મળવા બોલાવી દહેગામ તરફ મળીને પોતાની એક્ટીવા પર કેનાલ પાસે લઈ ગઈ હતી.

જ્યાં અચાનક ક્રેટા કારમાં 3 શખ્સો આવી પહોંચ્યા હતા જેમાંથી એક શખ્સે આરોપીના પાકિટમાં તપાસી ડ્રગ્સ જેવી પડીકી કાઢી અને વેપારી તેમજ યુવતી ડ્રગ્સ ડીલર છે તેવુ જણાવી અપહરણ કર્યું હતું.બાદમાં ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકીઓ આપી એક લાખની કિંમતની સોનાની લકી અને 3 લાખ રોકડા પડાવી લીધા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઇરાનમાં અપહૃત ચાર ગુજરાતીઓનો છૂટકારો, પરત આવવા રવાના

આ પણ વાંચો: સમયસર બ્લાઉઝ સીવીને ન આપાવા બદલ કન્ઝ્યુમર કોર્ટે દરજીને 7,000 રૂપિયાનો દંડ ફટકાર્યો

આ પણ વાંચો: આબુરોડની હોટલમાં 10,900 રૂપિયાનું બિલ ચૂકવ્યા વિના 5 ગુજરાતી ભાગી ગયા, સ્ટાફે પીછો કરી દબોચ્યા