Ahmedabad News/ અમદાવાદ : છથી વધુ કિન્નરોએ એક સાથે ફિનાઈલ પીધું…

સારવાર અર્થે અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદમાં છથી વધુ કિન્નરોએ એક સાથે ફિનાઈલ પીતા ચકચાર મચી છે. જેમાં  સારવાર અર્થે તેમને એલજી હોસ્પિટલ અને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આમ એકસાથે 6 થી વધુ કિન્નરોએ ફિનાઈલ પી લેતા પોલીસ તંત્ર દોડતું થયું છે. પ્રાથમિક તપાસમાં વટવા વિસ્તારમાં માસીબા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. બાદમાં કિન્નર કામિનીદેનો વટવા પીઆઇ સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો.  જેમાં વટવા પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ  કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરાયો હતો.

સંજય વ્યાસે કામિનીના ઘર પાસે આવીને ગાડી સળગાવી હતી. ત્યારબાદ વટવા પોલીસ દ્વારા કાર્યવાહી ના કરાતા કિન્નરોએ ફિનાઇલ પીધું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.  સમગ્ર મામલે કિન્નરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઝગડાના કારણે પોલીસ તપાસ કરતી ન હોવાના કિન્નરોના આક્ષેપ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચૂંટણીપંચ આજે રાષ્ટ્રવ્યાપી SIRની જાહેરાત કરશે

આ પણ વાંચો:બિહારમાં SIR સંપૂર્ણ રીતે સફળઃ મુખ્ય ચૂંટણી કમિશ્નરનો દાવો

આ પણ વાંચો:SIR વિવાદમાં સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘આધાર કાર્ડ નાગરિકતાના પુરાવા તરીકે સ્વીકારી શકાય નહીં’