Gujarat News/ કમોસમી વરસાદને લઈને રાજ્ય સરકારની 10 હજાર કરોડની સહાયને ખેડૂતોએ વધાવી

કેટલાક ખે઼ૂતોને શંકા વ્યક્ત કરી છે

Gujarat

Gujarat News : ગુજરાતમાં પડેલા સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન પહોંચ્યું હતું. જેને લઈને ખેડૂતોની હાલત દયનીય બની હતી. બીજીતરફ રાજ્ય સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. રાજ્ય સરકારના આ નિર્ણયને વિવિધ ખેડૂતોએ વધાવ્યો હતો. જ્યારે કેટલાક ખેડૂતોએ તેમાં શંકા વ્યક્ત કરી હતી.

આ અંગે દાહોદ ખેડૂત  રામજીભાઈએ કહ્યું હતું કે રાજ્યમાં સતત કમોસમી વરસાદ પડ્યો હતો. અમારા ખેડૂતોની હાલત એકદમ દયનીય બની હતી.વરસાદને કારણે ખેતી પાક તૈયાર પણ થઈ ગયો હતો. જે નષ્ટ થઈ ગયો. મોઘુ બિયારણ ખરીદીને ખેતી કરી હતી. સરકારે જે સહાય કરી છે તે સારૂ છે. સરકરના નિર્ણયને વધાવીએ છે.

રાજકોટ ખેડૂત એસોસેએશનના પ્રવિણભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને ખરેખર કંઈ મળતું નથી. 9 તારીખે ટેકાના ભાવે ખરીદીની વાત છે. 250 મણના ભાવે ખરીદી થાય તો બે પૈસા ખેડૂતના હાથમાં આવે. ખેડૂતોને કંઈક વળતર મળવું જોઈએ. ખેડૂતોએ પાક ધિરાણ ઉપાડ કર્યો છે વગર વ્યાજે આપે છે તે માફ થવું જોઈએ. સરકારનો નિર્ણય સારો છે. પરંતુ પાક ધિરાણ ઉપાડ્યું છે તે માફ થવું જોઈએ. જેણે પાક ધિરાણ ઉપાડ્યું નથી તેમના ખાતામાં 3 લાખ જમા થવા જોઈએ.

રાજ્ય સરકારના રાહત પેકેજ અંગે જામનગરના રાજુભાઈએ કહ્યું હતું કે સરકારનો સારો નિર્ણય છે. પરંતુ  બધા ખેડૂતોના મનમાં એક પ્રશ્નછે. 20 લાખની ગાડી લે તો પ્રિમીયમ 20 હજાર ફૂલ બોડી ટુ બોડી મળે તો તે તેવી પોલીસી ખેડૂતો માટે કેમ નથી. ખેડૂતોના હિતમાં નિર્ણય છે તો ખેડૂતોના ભાગમાં કેટલા આવશે? ખેડૂતોના વીઘાની પ઼ડતર જ મગફળીમાં 15,000 થાય છે. તો ખેડૂતોના ભાગમાં શું આવશે, એવો પ્રશ્ન તેમણે કર્યો હતો.

સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત પણ કરી છે. સર્વેની સમીક્ષા બાદ ખેડૂતોના હિતમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 10 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ક્યાંક ખેડૂતો આ નિર્ણયને વધાવી રહ્યા છે. તો કેટલાક ખેડૂતોએ શંકા વ્યક્ત કરીછે.

આ સંદર્ગભે દાહોદના ગમનગુરૂજીએકહ્યું હતું કે આ બધુ સરકારી છે. ભિખારી બારણે આવેને પાંચ રૂ.આપી દઈએ તેવું કર્યું છે. અહીં બધા આદિવાસીઓ અભણ છે. કંઈ જણતા નથી. મારી અઢી એકરમાં ડાંગર પલળી ગઈ છે અહીં કોઈ સર્વે કરવા આવ્યું નથી.

રાજકોટના દિપકભાઈએ કહ્યું હતું કે 10 કરોડની જાહેરાત આમ તો સારૂ કહેવાય. ખેડૂતોનું સર્વસ્વ લુંટાઈ ગયું છે. , દેવું થઈ ગયું છે. ખેડૂતો આત્મહત્યા કરે છે. કઈ સરકારે આ કઈ પરિસ્થિતીમાં કરવું પડ્યું તે વિચારવા જેવું છે.  હાઈકોર્ટે કહ્યું છે કે પ્રધાનમંત્રી પાક વિમા યોજના હેઠળ જેનો પાક નિષ્ફળ ગયો છે તેમને નાણા આપી દો. ત્યારે રાજ્ય સરકાર કેમ નોંધ ના લીધી.લાખો કરોડોના પાકની નુકશાની થઈ છે ત્યારે ફૂલ નહી તો ફૂલની પાંખડી બીજુ શું.

આ અંગે જસદણના રાજુભાઈએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતો માટે સહાય પેકેજ 10હજાર કરોડ જાહેર કર્યું બરાબર છે.  હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી કહું છું કે આ ખેડૂતો અન્નદાતા છે તે નિરાશ ન થાય. સરકારે તેની જવાબદારી નિભાવવી જોઈએ. દરેકે સહાય કરવી જોઈએ

કિશાન મોરચા ભાજપના  હિતેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં કમોસમી વરસાદની આફતથી ખેડૂતો પર વજ્રઘાત થયો છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કૃષિમંત્રી મંત્રી મંડળની રચવા બાદ અભિનંદન ઝીલવાને બદલે પહેલા ખેતરે પહોંચે છે અને વ્યાપક નુકશાન બાદ સર્વે કરવા કહે છે. સર્વેની ગતિ વધારવા કહ્યું હતું.મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું છે કે ખેડૂતને આફતમાંથી ઉભો કરવા 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખેડૂતોને સહાય ચૂકવવાનો પ્રારંભઃ રાજકીય રોટલા શેકનારાઓ વાસ્તવિકતાથી જોજનો દૂરઃ હિતેન્દ્ર પટેલ

આ પણ વાંચો:રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા ટૂંક સમયમાં રાહત-સહાય પેકેજ જાહેર કરશે

આ પણ વાંચો:સેન્દ્રીય ખેતીમાં સર્ટિફિકેશનની કામગીરી કરાવતા ખેડૂતોને ગુજરાત સરકાર તરફથી મળશે ખર્ચના 75 ટકા સુધીની સહાય