Surat News: સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી હેમકુંજ સોસાયટીમાં એક પરિવારની નાનકડી બાળકી રૂમની અંદર ફસાઈ ગઈ હતી. બાળકીને રૂમની અંદરથી રડવાનું શરૂ થતાં માતા-પિતા ગભરાઈ ગયા અને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સદભાગ્યે ફાયર વિભાગને તુરંત જાણ કરતાં ફાયરે જવાનોએ ઝડપથી પહોંચીને સફળતાપૂર્વક બાળકીને સુરક્ષિત બહાર કાઢી હતી.
સૂત્રો અનુસાર, જ્યારે બાળકીને રમતાં રમતાં પોતાના રૂમનો દરવાજો અનુમાને ધક્કો મારતા જ તે બંધ થઈ ગયો. બાળકીએ અજાણતાં જ તેને બંધ કરી દીધો હતો. નાની ઉંમરની હોવાને કારણે તે લૉક ખોલી ન શકતા ફસાઈ ગઈ અને થોડા જ સમય બાદ રડવાનું શરૂ કર્યું.
મોટા દોડીને રુમ પાસે આવી
હેમકુંજ સોસાયટીના એક ઘરના રૂમમાં બાળકીના રડવાના અવાજ સાંભળી માતા દોડીને રૂમ પાસે આવી, પરંતુ દરવાજો ખૂલતો ન હોવાથી તેની ચિંતા વધી. માતાએ મદદ માટે બુમાબુમ કરી તો પડોશીઓ અને સોસાયટીના લોકો પણ એકઠાં થયા. બધા મળીને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હશે, પરંતુ મજબૂત લૉકને કારણે સફળતા ન મળતા તાત્કાલિક 101 પર કૉલ કરીને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
તત્કાલિક ફાયર ટીમ હેમકુંજ સોસાયટીમાં પહોંચી
ફાયર વિભાગની ટીમ ઝડપથી સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિ પારખી તાત્કાલિક દરવાજાનું લોક તોડવાની કામગીરી શરૂ કરી હતી. બાળકી રૂમની અંદર સતત રડી રહી હતી જ્યારે માતા-પિતા દરવાજા બહાર વધુ ચિંતીત હતા. ફાયર બ્રિગેડના જવાનોએ સૌપ્રથમ બાળકી સાથે વાતચીત કરીને તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો, જેથી તે વધુ ગભરાઈ ન જાય. ત્યારબાદ જવાનોએ ખાસ ટૂલ્સનો ઉપયોગ કરીને દરવાજાનો લૉક તોડવાનું કામ શરૂ કર્યું.
ફાયર જવાનોની મિનિટોની કામગીરી
થોડા મિનિટોમાં લોક તોડી દરવાજો ખોલવામાં સફળતા ખોલ્યો અને રડી રહેલી બાળકી સુરક્ષિત બહાર કાઢવામાં આવી. માતા-પિતાએ બાળકીને ગળે લગાવીને રાહતનો શ્વાસ લીધો. આસપાસ હાજર લોકોને પણ શાંતિ મળી કે કોઈ મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ.
આ પણ વાંચો:સુરતમાં 5 વર્ષનું બાળક બન્યું શ્વાનોના ટોળાનો ભોગ, કર્યો જીવલેણ હુમલો
આ પણ વાંચો:સુરતમાં 16 લોકો લિફ્ટમાં ફસાયા, ફાયર બ્રિગેડે બચાવ્યા
