Ahmedabad News: અમદાવાદમાં ફરી એકવાર એક તરફી પ્રેમમાં પાગલ યુવકનો આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં સરખેજ વિસ્તારમાં એક યુવતીને હેરાન કરતા યુવકે પોતાના પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને હોસ્પિટલ ખાતે પોતાને આગ લગાવી દીધી હતી. આ ઘટનાથી વ્યાપક હોબાળો મચી ગયો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં બાદમાં તેનું મોત નીપજ્યું હતું. આપને જણાવી દઈએ જે યુવતી સાથે તે ઝઘડો કરી રહ્યો હતો તે બેભાન થઈ ગઈ.
સરખેજમાં આવેલ આલનૂર હોસ્પિટલ ખાતે બન્યો બનાવ
અહેવાલો અનુસાર, સરખેજ વિસ્તારમાં રહેતા એક યુવાન નો હોસ્પિટલમાં (Hospital) કામ કરતી એક યુવતી સાથે ઝઘડો થયો હતો. ગુસ્સે થઈને તેણે મહિલા પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને લાઈટરથી આગ લગાવી દીધી હતી, જેના કારણે તે પહેલા માળેથી કૂદી ગયો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં યુવક ગંભીર રીતે દાઝી ગયો હોવાનું જોવા મળે છે. ઘટના બાદ, લોકોએ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં પાછળથી તેનું મૃત્યુ થયું હતું.
યુવકે હોસ્પિટલ્સમાં તોડફોડ કરી બાદમાં આપઘાતનો પ્રયાસ કર્યો
ફતેવાડીમાં સમા સ્કૂલ પાસે આફરીન ડુપ્લેક્સમાં રહેતી 28 વર્ષીય મહિલા સરખેજની એક હોસ્પિટલમાં કામ કરતી હતી. છેલ્લા છ મહિનાથી, તે જ વિસ્તારમાં રહેતો એક યુવાન તેને હેરાન કરતો હતો. આજે યુવક તે હોસ્પિટલમાં ગયો હતો જ્યાં છોકરી કામ કરતી હતી. ત્યારબાદ યુવકે હોસ્પિટલમાં તોડફોડ કરી હતી અને તેમની વચ્ચે ઝઘડો વધતાં, તેને પોતાની સાથે લાવેલી જ્વલનશીલ પ્રવાહીની બોટલ કાઢી, પોતાના પર રેડી અને લાઇટરથી આગ લગાવી દીધી, જેના કારણે તે આખો સળગી ગયો હતો. આ ભયાનક ઘટનાના આઘાતથી છોકરી બેભાન થઈ ગઈ હતી.જેના પછી તેને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, તેથી એડી નોંધવામાં આવી છે. છોકરી હાલમાં સારવાર હેઠળ છે અને તેનું નિવેદન પણ નોંધવામાં આવશે.
આ પણ વાંચો:અમદાવાદમાં સાસરીયાના ત્રાસથી ત્રણ માસના ગર્ભ સાથે મહિલાનો આપઘાત
આ પણ વાંચો:અમદાવાદમાં પત્નીએ પોલીસકર્મી પતિની હત્યા કરી આપઘાત કર્યો
આ પણ વાંચો:અમદાવાદમાં મહંતના આપઘાત મામલે થયાં ખુલાસા, ‘મંદિર તોડવાનું દબાણ હતું’
