Ahmedabad News: અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હતી. તેણે 1.20 કરોડ રૂપિયાનો દારૂ પકડી પાડ્યો હતો. દારૂનો આ જંગી જથ્થો ઉનની આડમાં જતો હતો. પોલીસે પકડેલા જંગી જથ્થામાં દારૂની 53 હજાર જેટલી બોટલ હતી. દારૂની આ બોટલને ઊન ભરેલી થેલીઓની આડમાં છૂપાવવામાં આવ્યો હતો. રાજ્યમાં હાલમાં દારૂને લઈને રાજકીય ઘમાસાણ મચ્યું છે ત્યારે પોલીસની આ રેડ ઘણી મહત્વની છે.
અમદાવાદ મા દારૂ નો જંગી જથ્થો પકડાયો
સ્ટેટ મોનિટરિંગ સેલે સરદાર પટેલ રિંગ રોડ પર બકરોલ ટોલ પ્લાઝા નજીક ટ્રકમાં દરોડા પાડ્યા હતા. દારૂના જંગી જથ્થા સાથે ટ્રકને જપ્ત કરવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે કુલ રૂ. 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, તેના પરથી સમજાય છે કે આ કેટલી મોટી રેડ હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે ટ્રક ડ્રાઇવર, ટ્રક માલિક સહિત છ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે આ કેસ સરખેજ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. હવે વોન્ટેડ આરોપીઓને ઝડપવા માટે તપાસ શરૂ કરાઈ છે.
આ બતાવે છે કે તાજેતરમાં જ વિવાદ ઉઠયો હતો કે ગુજરાતમાં દા રૂ ક્યા મળે છે તેમ નહીં પણ ગુજરાતમાં દારુ ક્યાં મળતો નથી તેમ પૂછો. આ વાત ફરીથી સાબિત થઈ છે. હવે અમદાવાદમાં લગભગ 1.50 કરોડનો દા રૂ જો એક જ ટ્રકમાં પકડાતો હોય તો આવી કેટલીય ટ્રકો અમદાવાદમાં દાખલ નહીં થઈ હોય. આ તો પોલીસને બાતમી મળી અને દા રૂ પકડાયો, પણ જેની બાતમી ન મળી હોય તેવી કેટલીય દા રૂ ભરેલી ટ્રકો અમદાવાદમાં દાખલ થઈ હશે.
આના પરથી તે પણ જાણવા મળે છે કે અમદાવાદમાં દા રૂ પીનારાઓની સંખ્યા પણ કેટલા મોટાપાયા પર છે. પોલીસની એક કે બે છૂટીછવાઈ રેડમાં આટલો મોટો જથ્થો પકડાતો હોય તો નહીં પકડાયેલા જથ્થાનું પ્રમાણ કેટલું મોટું હશે.
