Surat News/ સુરતમાં ગુજસીટોકના આરોપીઓ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ

સુરતમાં ગુજસીટોકના આરોપી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આરોપી સદામ ગેંગ સામે અઢી લાખ રૂપિયાની ખંડણીની ફરિયાદ છે. શહેરના સારોલી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat Surat Breaking News
ગુજસીટોકના આરોપી

Surat News: સુરતમાં ગુજસીટોકના આરોપી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આરોપી સદામ ગેંગ સામે અઢી લાખ રૂપિયાની ખંડણીની ફરિયાદ છે. શહેરના સારોલી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સૈયદપુરાના ગુલામ સાબીર પાસે તેણે ખંડણી માંગી હતી. આ ઉપરાંત મોહમ્મદ શફી સાયકલવાલા પાસે પણ તેણે ખંડણી માંગી હતી. આટલું ઓછું હોય તેમ રેતી કપચીનો વ્યવસાય કરતાં વેપારી પાસે પણ ખંડણી માંગી હતી.

ગુજસીટોકના આરોપી દ્વારા

23મી જુલાઈના રોજ ગુલામ સાબીર તેમના મિત્ર ઇરફાન પાસે પ્રિન્સ એસ્ટેટ પહોંચ્યા હતા. આ ઉપરાંત ધંધાકીય હેતુ માટે સણીયા હેમાદ પણ પહોંચ્યા હતા. જ્યારે ત્રીજા મિત્ર આરીફ દહીવાલા તેમની જોડે હતા. તે સમયે સદ્દામ તેના ભાઈ ફૈઝલ અને તેના પુત્ર મોહમ્મદ સાથે ત્યાં આવ્યા હતા. આ ઉપરાંત એક ચોથી અજાણી વ્યક્તિ મોપેડ પર આવી હતી. આ બધાએ પરવાનગી વગર ધંધો કરતું હોવાની કહીને દસ લાખની ખંડણી માંગી હતી.

આરોપીએ સ્થળ પર અઢી લાખની રકમ નક્કી કરીને 40 હજાર રૂપિયા પડાવ્યા હતા. તેના પછી 2.10 લાખ રૂપિયા પરત પણ પડાવી લીધા હતા. ચાર મહિના બાદ ગુલામ સાબીરે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને લઈને સારોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત (Surat) ક્રિકેટ સ્ટેડિયમના કોન્ટ્રાકટરના 2.92 કરોડના ચીટિંગ કેસમાં સુરત કોર્ટે જામીન નામંજૂર કર્યા

આ પણ વાંચો: શ્વાનનો આતંક/SURAT: સુરતમાં પહેલાં રખડતા ઢોર અને હવે કૂતરાંઓનો આતંક, 4 થી વધુ લોકો ઘાયલ

આ પણ વાંચો: Surat News/સુરતમાં SOGના દરોડા, બે ડેરીઓમાંથી કુલ143 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કરાયો