Not Set/ હળવદમા શેરડીના રસના કિચુડીયામાં 10 વર્ષના બાળકનો હાથ આવી જતા કચડાયો

હળવદની મોરબી ચોકડી ખાતે આવેલ રસના કિચુડીયુમાં 10 વર્ષનો બાળક કામ કરી રહ્યો હતો. કાલ સાંજના સમયે બાળક રસ કાઢી રહ્યો હતો તે વેળાએ હાથ મશીનમાં આવી જતા કાંડા સુધી હાથ કચડાઇ ગયો હતો.

Gujarat Others
am 17 હળવદમા શેરડીના રસના કિચુડીયામાં 10 વર્ષના બાળકનો હાથ આવી જતા કચડાયો

@બલદેવ ભરવાડ, મંતવ્ય ન્યુઝ – હળવદ 

હળવદની મોરબી ચોકડી ખાતે આવેલ રસના કિચુડીયુમાં 10 વર્ષનો બાળક કામ કરી રહ્યો હતો. કાલ સાંજના સમયે બાળક રસ કાઢી રહ્યો હતો તે વેળાએ હાથ મશીનમાં આવી જતા કાંડા સુધી હાથ કચડાઇ ગયો હતો. બાળકને ઓપરેશન માટે મોરબી ક્રિશ્ના હોસ્પિટલે પાચ દિવસ સુધી દાખલ કરાયો છે. આ બનાવને પગલે બચપન  બચાઓ આંદોલન મેદાને આવી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.

હળવદમા રસના કિચુડીયામાં બાળમજુરી થતી હોવાનુ સામે આવ્યુ છે. સાંદિપની હોસ્ટેલ સામે રહેતા ગરીબ પરીવારના માસુમ બાળકને કિચુડીયાના કારણે આજીવન અપંગતા વેઠવાનો વારો આવ્યો છે. આ બનાવ ધ્યાને આવતા બચપન બચાવો આંદોનના ગુજરાતના સ્ટેટ કોર્ડીનેટર દામીનીબેન પટેલે બનાવની વિગતો સાથે હળવદ પોલીસ.મોરબી, અેસ.પી.મોરબી કોર્ટ.તેમજ કલેક્ટરને જાણ કરી છે. હળવદ પોલીસ વિભાગે આ બનાવ બાબતે કાયદેસર કાર્યવાહી શરુ કરી દીધી છે. શેરડીના કિચુડીયાના માલીક વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : PM મોદીએ કહ્યું – વેક્સિનમાં ભારતની આત્મનિર્ભરતાનો લાભ લઈ રહ્યું છે વિશ્વ

આ બનાવમાં લાપરવાહી, જીવનું જોખમ IPC મુજબ,જુવેનાઇલ જસ્ટીસ કાયદો,૨૦૧૫ ની કલમ ૭૯,૭૫, બાળ મજૂરી (પ્રતિબંધ અને નિયમન) કાયદો,1986 ની કલમ ૩,અને ૧૪ તથા

બાળકના કામના કલાકો કરતા પણ વધુ સમય કામ કરાવવું. તેમજ  ન્યુનતમ વેતન કરતા ઓછુ વેતન આપવું,આવી પરિસ્થિતિ નો સમાવેશ બંધુઆ મજૂરીની વ્યાખ્યામાં થતો હોય બંધવા મજૂરી પ્રથા નાબૂદી અધિનિયમ ૧૯૭૬ મુજબ   આ બધી બાબતો ફરીરીયાદમાં જોડવામાં આવે તેવી દામીનીબેન પટેલ દ્ધારા માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો : CM રૂપાણીના હોમટાઉન રાજકોટમાં નવા મેયર બન્યા ડો. પ્રદીપ ડવ