Barrage cum Bridge/ સાબરમતી નદી પર બેરેજ કમ બ્રિજ બાંધવામાં આવશે

અમદાવાદમાં હવે એકબાજુએ વાસણા બેરેજ છે તો સાબરમતી પાવર હાઉસ આગળ હવે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ દ્વારા બેરેજ કમ બ્રિજ બાંધવામાં આવનાર છે. 

Top Stories Ahmedabad Gujarat
Barrage cum bridge સાબરમતી નદી પર બેરેજ કમ બ્રિજ બાંધવામાં આવશે

અમદાવાદમાં હવે એકબાજુએ વાસણા બેરેજ છે તો સાબરમતી પાવર હાઉસ આગળ હવે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ દ્વારા બેરેજ કમ બ્રિજ બાંધવામાં આવનાર છે.  સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-ટુને મંજૂરી આપતી વખતે અમદાવાદ શહેરના પાવર હાઉસથી સદર બજારને જોડતો સાબરમતી નદી ઉપર બેરેજ કમ બ્રિજ બાંધવાનું આયોજન કરાયું હતું, પણ તે બ્રિજ સાબરમતી નદી ઉપર ત્રાંસો હોવાથી રાજ્ય સરકારની મંજૂરી માગવામાં આવી હતી. રાજ્ય સરકારે સાબરમતી નદી ઉપર ત્રાસો બેરેજ કમ બ્રિજ બનાવવાને મંજુરી આપી હતી. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ 200થી 225 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કંપની દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2ને મંજૂરી આપવામાં આવી હતી. રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપતાં સાબરમતી રિવરફ્રન્ટ કંપની દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટ માટે કન્સલટન્ટ નિમવામાં આવ્યાં હતાં. આ કન્સલટન્ટે સમગ્ર પ્રોજેક્ટ માટે ટેન્ડર તૈયાર કરી દીધું છે અને સાબરમતી રિવરફ્રન્ટ કંપની દ્વારા ટૂંક સમયમાં તેના માટે ટેન્ડર બહાર પાડવામાં આવે તેવી સંભાવના છે.

સૌથી મહત્વની વાત એ છે કે, પાવર હાઉસથી સદર બજારને જોડતો આ બેરેજ કમ બ્રિજ બન્યા બાદ પશ્ચિમ અમદાવાદના નાગરિકોને એરપોર્ટ જવા માટે શાહીબાગ ડફનાળા સુધી જવું નહીં પડે. એરપોર્ટનું અંતર ઘટી જશે. આમ આ બેરેજ કમ બ્રિજ બનવાના લીધે અમદાવાદના નાગરિકોને એરપોર્ટ જવા માટે પૂર્વવિસ્તારના ગીચ રસ્તા પરથી પસાર નહીં થવું પડે.  આ સિવાય શહેરમાં પાણીની તંગી પણ નહીં પડે કેમ કે, અહીં રો વોટરનો સંગ્રહ કરવામાં આવશે. આમ અમદાવાદ રિવરફ્રન્ટની સાથે-સાથે જ તેનો વિકાસ કરવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં તેનું આયોજન પાર પડે તેમ માનવામાં આવે છે.

 

આ પણ વાંચોઃ Bridge/ અમદાવાદમાં વધુ એક બ્રિજ જર્જરિત અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો

આ પણ વાંચોઃ Sabarmati Riverfront Phase-2/ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2માં નદીને સમાંતર 5.8 કિ.મી.નો રોડ બનશે

આ પણ વાંચોઃ Private Boating/ અમદાવાદના માલેતુજારો હવે બોટના માલિક પણ બની શકશે અને બોટિંગ પણ કરી શકશે

આ પણ વાંચોઃ Rape/ યુવતી પર મંગેતરે જ ગુજાર્યો બળાત્કાર, કેનાલ પાસે ફેંકી દીધી

આ પણ વાંચોઃ રશિયા-યુક્રેન યુદ્ધ/ ‘બળવાખોર’ વેગનર ગ્રૂપ સાથે આરપારની લડાઈના મૂડમાં પુતિન, કહ્યું- દેશદ્રોહીને નહીં છોડશે