Not Set/ Maruti Suzuki ને મોટો ઝટકો, કંપનની આ Cars ની સેલિંગમાં આવ્યો મોટો ઘટાડો

દેશની સૌથી લોકપ્રિય અને સામાન્ય નાગરિકોની ભરોસાપાત્ર ઓટો કંપની મારૂતિ સુઝુકીની કાર કંપનીને એક મોટો ઝટકો લાગ્યો છે. વેચાણની દ્રષ્ટિએ મારૂતિ સુઝુકી માટે ઓક્ટોબર 2021 નો મહિનો ખાસ રહ્યો નથી.

Tech & Auto
Car Selling

દેશની સૌથી લોકપ્રિય અને સામાન્ય નાગરિકોની ભરોસાપાત્ર ઓટો કંપની મારૂતિ સુઝુકીની કાર કંપનીને એક મોટો ઝટકો લાગ્યો છે. વેચાણની દ્રષ્ટિએ મારૂતિ સુઝુકી માટે ઓક્ટોબર 2021 નો મહિનો ખાસ રહ્યો નથી. રશલેન રિપોર્ટ અનુસાર, કંપનીનાં વાર્ષિક વેચાણમાં છેલ્લા મહિનામાં 33 ટકાનો ઘટાડો થયો છે. વેચાણમાં ઘટાડાનું મુખ્ય કારણ સેમિકન્ડક્ટર્સની અછત હોવાનું કહેવાય છે, જેના કારણે ઉત્પાદનને નોંધપાત્ર અસર થઈ રહી છે. મારુતિ સુઝુકીએ કહ્યું કે સેમી-કંડક્ટરની અછતની અસર નવેમ્બરમાં તેમજ નવા વર્ષમાં પણ જોવા મળી શકે છે.

Maruti Suzuki

આ પણ વાંચો – Rolls Royce / કાર મેકર્સ કંપનીએ બનાવ્યું દુનિયાનું સૌથી ઝડપી ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ, સ્પીડ જાણીને…

આપને જણાવી દઇએ કે, કોરોના મહામારીમાં દેશની ઓટો કંપનીને મોટુ નુકસાન ભોગવવુ પડ્યુ હતુ. જો કે છેલ્લા ઘણા મહિનાઓથી દેશમાં કોરોના પર સ્થિતિ કાબુમાં હોવાના કારણે ઓટો ઈન્ડસ્ટ્રીએ રાહતનો શ્વાસ લીધો હતો. ઓટો ઈન્ડસ્ટ્રીમાં ખાસ કરીને મારૂતિ સુઝુકીની વાત કરીએ તો તેની કારની સેલિંગમાં ગત મહિને (ઓક્ટોબર) ઘટાડો જોવા મળ્યો હતો. ઓક્ટોબર 2021ની ટોપ 25 બેસ્ટ સેલિંગ કારની યાદીમાં મારુતિ સુઝુકીનાં 10 મોડલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમ છતાં, કંપનીનાં એકંદર PV (પેસેન્જર વ્હીકલ) વેચાણમાં 33 ટકાનો ઘટાડો થયો છે. મિની અને મિડ-સાઇડ સેડાન સેગમેન્ટનાં વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો.

 

Ertiga વળી, કંપનીનાં UV વેચાણમાં આ વર્ષે વાર્ષિક ધોરણે વધારો થયો છે. ગયા મહિને કંપનીએ કુલ 1.08 લાખ યુનિટ્સનું વેચાણ કર્યું હતું. આ ઓક્ટોબર 2020 કરતા 33 ટકા ઓછું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આ જ મહિનામાં કંપનીએ કુલ 1.63 લાખ યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જોકે, કંપની માટે રાહતની વાત એ હતી કે સપ્ટેમ્બર 2021ની સરખામણીમાં ઓક્ટોબરમાં વેચાણ ઘણું સારું રહ્યું હતું. કંપનીએ સપ્ટેમ્બરમાં કુલ 63,111 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે, Ertiga અને XL6 સિવાય, કંપનીનાં તમામ મોડલનાં વેચાણમાં વર્ષ-દર-વર્ષ ઘટાડો જોવા મળ્યો છે.

Maruti Suzuki

આ પણ વાંચો – 6G MAKE IN INDIA / ઇન્ટરનેટની દુનિયા ફરી બદલાવાની છે? કેન્દ્રીય મંત્રીએ કહ્યું- 2023ના અંત સુધીમાં 6G ટેક્નોલોજી શરૂ થશે

રશલેને તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, મારુતિ સુઝુકીની Aulto કંપનીની સૌથી વધુ વેચાતી કાર હતી. ગયા મહિને Aulto નાં 17,389 યુનિટ વેચાયા હતા. જોકે, ગયા વર્ષનાં ઓક્ટોબરમાં થયેલા વેચાણ કરતાં આ 3 ટકા ઓછું છે. ઓક્ટોબર 2020માં Aulto નાં 17,850 યુનિટ્સ વેચાયા હતા. વળી, સપ્ટેમ્બર 2021ની સરખામણીમાં ઓક્ટોબર 2021માં Aulto નાં વેચાણમાં ઘણો વધારો થયો હતો. તેના MoM (મહિના-દર-મહિના) વેચાણમાં 43 ટકાનો વધારો થયો છે. કંપનીએ સપ્ટેમ્બર 2021માં કુલ 12,143 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. બીજી તરફ આ વર્ષે ઓક્ટોબરમાં મારુતિ સ્વિફ્ટનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું હતું.

Aulot

કંપનીએ ઓક્ટોબર 2020માં 24,589 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જે આ વર્ષે ઓક્ટોબરમાં 63 ટકા ઘટીને 9,180 યુનિટ થયું હતું. એ જ રીતે બ્રેઝા અને ડિઝાયરનાં વેચાણમાં પણ ઓક્ટોબર 2021માં ઘટાડો જોવા મળ્યો હતો. ઓક્ટોબર 2020ની સરખામણીમાં આ વખતે બ્રેઝાનાં વેચાણમાં 34 ટકા અને ઓક્ટોબર 2021માં ડિઝાયરનાં વેચાણમાં 54 ટકાનો ઘટાડો થયો છે.