પોર્નોગ્રાફી કેસ/ હાઇકોર્ટ તરફથી રાજ કુંદ્રાને મોટો ઝટકો, પોતાની ધરપકડને પડકારતી અરજી ફગાવી

રાજ કુંદ્રાની પોર્નોગ્રાફી રેકેટ કેસના સંબંધમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 19 જુલાઈના રોજ મોડી રાત્રે ધરપકડ કરી હતી…

Top Stories Entertainment
રાજ કુંદ્રા

મુંબઈ હાઈકોર્ટે ઉદ્યોગપતિ અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા અને રિયાન થોર્પની અરજીઓ ફગાવી દીધી છે. આ અરજીમાં રાજે જામીન અંગે મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો અને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી.

મુંબઈ હાઈકોર્ટે મુંબઈ પોલીસ દ્વારા ધરપકડને પડકારતી અરજી પર  2 ઓગસ્ટના રોજ આદેશ અનામત રાખ્યો હતો. આજે જસ્ટિસ એએસ ગડકરીએ આ અંગે ચુકાદો આપ્યો છે. જસ્ટિસ એએસ ગડકરીએ કહ્યું કે, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા કસ્ટોડિયલ રિમાન્ડ કાયદા અનુસાર છે આમાં તેમને કોઈ દખલ કરવાની જરૂર નથી.

આપને જણાવી દઈએ કે 29 જુલાઈએ કોર્ટે રાજ કુંદ્રા અને રિયાન થોર્પના જામીન પર બંનેના વકીલોની દલીલો સાંભળી હતી. રાજ કુંદ્રાના વકીલે કહ્યું હતું કે તેની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે પોલીસે કહ્યું કે રાજ દ્વારા CRPC ની કલમ 41 (A) પર સહી કરવાનો ઇનકાર કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :શર્લિન ચોપરાએ કહ્યું – રાજ કુંદ્રાએ કહ્યું હતું શિલ્પાને ગમતા હતા મારા ફોટો અને વીડિયો

રાજ કુંદ્રાની પોર્નોગ્રાફી રેકેટ કેસના સંબંધમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 19 જુલાઈના રોજ મોડી રાત્રે ધરપકડ કરી હતી. અગાઉ તેની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. બીજા દિવસે એટલે કે 20 જુલાઈએ રાજના આઈટી સાથીદાર રિયાન થોર્પની પણ ધરપકડ કરવામાં આવી હતી.

શિલ્પા શેટ્ટીએ તેના પતિ માટે ઘણી વખત જામીનની અપીલ કરી છે, પરંતુ કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે. આ કેસ સાથે જોડાયેલા શર્લિન ચોપરા અને ગેહના વશિષ્ઠની પણ પૂછપરછ કરવામાં આવી છે.

આ પણ વાંચો : અમિતભા બચ્ચનના બંગલા સહીત 3 રેલ્વે સ્ટેશન ખતરામાં, મળી બોમ્બ મુકવાની સુચના

શિલ્પા શેટ્ટીએ તેના સોશિયલ મીડિયા પર આ કેસને લઈને પોસ્ટ પણ કરી છે, જેમાં તેણે કહ્યું કે તેને લાગે છે કે લોકો તેના પરિવાર વિશે ઘણી વાતો કરી રહ્યા છે જે એકદમ ખોટી છે. આ મામલો હજુ કોર્ટમાં છે, તેથી કોઈએ તેમના નિર્ણય સુધી પહોંચવું જોઈએ નહીં.

રાજની ધરપકડ બાદ કેટલીક વોટ્સએપ ચેટ્સ સામે આવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે રાજને પોર્ન ફિલ્મો બનાવવાના વ્યવસાયમાંથી સારી રકમ મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર, રાજ આ ફિલ્મોમાંથી દરરોજ આશરે 8 લાખ કમાતો હતો. રાજ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને આઇટી એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો :1 મિનિટના પ્રોમો શૂટ માટે રેખાને સ્ટાર પ્લસે ચૂકવ્યા આટલા કરોડ

આ પણ વાંચો :કોરોનાના દિવસો યાદ કરતાં રોનિત રોયનું છલક્યું દર્દ,આ બે અભિનેતાઓની કરી પ્રશંસા