Not Set/ જયપુરમાં બસમાં આગ લાગતા 28 મુસાફરોનો આબાદ બચાવ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ચાલતી બસમાં અચાનક આગ લાગી હતી,આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રિદ્ધિ-સિદ્ધિ ઈન્ટરસેક્શન પર એક ચાલતી બસમાં આગ લાગી હતી

Top Stories India
jaypur જયપુરમાં બસમાં આગ લાગતા 28 મુસાફરોનો આબાદ બચાવ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ચાલતી બસમાં અચાનક આગ લાગી હતી,આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર અહીં રિદ્ધિ-સિદ્ધિ ઈન્ટરસેક્શન પર એક ચાલતી બસમાં આગ લાગી હતી. રૂટ નંબર 7 પર લો-ફ્લોર બસમાં આગ લાગી હતી. આ બસ ખિરાણી ફાટકથી ટ્રાન્સપોર્ટ નગર જઈ રહી હતી. મળતી માહિતી મુજબ આ બસમાં કુલ 28 મુસાફરો હતા. તેમાં પટવારી ભરતી પરીક્ષાના 20 ઉમેદવારો પણ સામેલ હતા.

આ બસના આગળના ભાગમાં આગ લાગી છે તેની જાણકારી બાઇક સવારે બસ ડ્રાઇવરને આપી હતી,બાદમાં બસ ડ્રાઈવરે બસને બાજુ પર રોકી અને તરત જ મુસાફરોને નીચે  ઉતાર્યા, થોડા સમય પછી બધા મુસાફરો બસની અંદરથી ઉતર્યા, બસમાં અચાનક આગ લાગી અને આખી બસ સળગવા લાગી, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને ભારે જેહમત  બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, આગ ડીઝલ ટાંકી સુધી ન પહોંચતા મોટી દુર્ઘટના ટળી હતી.

આ બસને રસ્તા પર સળગતી જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, બસમાં માત્ર પાંચ મિનિટમાં આગ લાગી અને દસ મિનિટમાં બસ બળીને રાખ થઈ ગઈ. આગ એટલી વધુ હતી કે ડ્રાઈવર બસમાં રાખવામાં આવેલા અગ્નિશામક ઉપકરણ સુધી પણ પહોંચી શક્યો ન હતો. ડ્રાઈવરની બુદ્ધિમત્તાને કારણે અનેક લોકોના જીવ બચી ગયા.