gujarat rain/ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, મેઘરાજાની પધરામણી

રાજ્યમાં અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. દેશમાં….

Gujarat Surat Others
Image 2024 06 05T141253.137 દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, મેઘરાજાની પધરામણી

Gujarat weather News: રાજ્યમાં અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. દેશમાં કેરળમાં ચોમાસું બેસી ગયું છે. આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે. તે પહેલા જ એન્ટી સર્ક્યુલેશન એક્ટિવિટીના કારણે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે.

સુરતના બારડોલી વિસ્તારમાં બાબેન ગામમાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો છે.  વાતાવરણાં ઠંડક પ્રસરાઈ છે. છેલ્લા કેટલાય દિવસોથી લોકો ગરમીથી શેકાઈ રહ્યાં હતા ત્યારે વરસાદથી લોકોને રાહત મળી છે. વલસાડમાં પણ વહેલી સવારથી આસપાસના ગામોમાં મેઘરાજા વરસ્યા હતા. અસહ્ય ગરમીથી રાહત મળતાં લોકો ખુશખુશાલ થયા છે.

જગતના તાત માટે મેઘરાજાની એન્ટ્રી શુભ સમાચાર લઈને આવી હોય તેવું દેખાઈ રહ્યું છે. ગુજરાતમાં 7 થી 12 જૂન સુધી વરસાદની આગાહી કરાઈ છે. ઉકળાટ બાદ વરસાદ પડતાં વાતવરણમાં ઠંડકનો આહ્લદક અનુભવ થયો છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજનીતિમાં મહિલાઓનું પ્રભુત્વ ઘટ્યું, ગુજરાતમાં 4 મહિલાઓ વિજેતા

આ પણ વાંચો: વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘નમો વડ વન’ની નિરીક્ષણ મુલાકાતે

આ પણ વાંચો: IMDએ કરી વરસાદની આગાહી, જાણો ક્યારે મેઘો આવશે

આ પણ વાંચો: અમદાવાદમાં CMની હાજરીમાં પર્યાવરણ દિવસની ઉજવણી