ફરિયાદ/ રાજકોટ પશ્વિમના ધારાસભ્ય દર્શિતા શાહે સોશિયલ મીડિયા પર ફેંક એકાઉન્ટ મામલે નોંધાવી ફરિયાદ

.રાજકોટમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ પશ્વિમના ધારાસભ્ય દર્શિતા શાહનું સોશિયલ માડિયા પર ફેંક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે

Top Stories Gujarat
7 રાજકોટ પશ્વિમના ધારાસભ્ય દર્શિતા શાહે સોશિયલ મીડિયા પર ફેંક એકાઉન્ટ મામલે નોંધાવી ફરિયાદ
  • દર્શિતા શાહનું ઈન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ
  • રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય છે દર્શિતા શાહ
  • દર્શિતા શાહે સાઇબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ
  • ઓરિજિનલ એકાઉન્ટ જેવો જ ફોટો નકલી એકાઉન્ટમાં રાખ્યો

સોશિયલ મીડિયામાં હાલ ફેક એકાઉન્ટ બનાવીને લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે, આ ફેંક એકાઉન્ટથી પ્રતિષ્ઠિત વ્યક્તિને ઇમેજને ડેમેજ કરવાનો હાલ ગોરખ ધંધો ચાલી રહ્યો છે ,.રાજકોટમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ પશ્વિમના ધારાસભ્ય દર્શિતા શાહનું સોશિયલ માડિયા પર ફેંક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છેજેને લઇને ધારાસભ્યે દર્શિતા શાહે  આ મામલે પોલીસનો સંપર્ક કર્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટના પશ્વિમના ધારાસભ્ય દર્શિતા શાહે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે ઇન્સ્ટાગ્રામ પર તેમનો ફેંક એકાઉન્ટ બનાવવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમને જણાવ્યું કે ઇન્સ્ટાગ્રામ પર તેમના ઓરીજનલ એકાઉન્ટની જેમ જ  ફેંક એકાઉન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે, આ એકાઉન્ટમાં ઓરીજનલ  ફોટો લગાવવામાં આવ્યો છે.

રાજકોટ સાયબર ક્રાઇમે ધારાસભ્ય દર્શિતા શાહની ફરિયાદને આધારે સઘન તપાસ હાથ ધરી છે, રાજકોટ પોલીસે આ અંગે હાલ  વધુ  વિગતો તપાસમાં આવી રહી છે.