ભાવનગર/ ભાગીદારીમાં ખરીદી ભેંસ, બીજા ભાગીદારે બરોબાર વેચી દીધી ભેંસ ત્યારબાદ….

બે ભેંસ ખરીદી ભાગીદારીમાં દૂધનો ધંધો કરવા કહ્યું હતું. જેની વાતમાં આવી ઈશ્વરભાઈએ કટકે કટકે 3,25,000 નિતેશને આપ્યા હતા. જેમાંથી

Gujarat Others
ભેંસ

ભાવનગરના સરતાનપર ગામના ખેત મજૂરી અને પશુપાલન મારના નિતેશભાઈ તુલશીભાઈ કુકડીયા એ 2018 માં ભાવનગર શહેરમાં કાલિયાબીડમાં તેની બાજુમાં રહેતા ઈશ્વરભાઈ સુંદરદાસ મંગલાણીને દુધના વેપારમાં સારો નફો મળતો હોય. બે ભેંસ ખરીદી ભાગીદારીમાં દૂધનો ધંધો કરવા કહ્યું હતું. જેની વાતમાં આવી ઈશ્વરભાઈએ કટકે કટકે 3,25,000 નિતેશને આપ્યા હતા. જેમાંથી નિતેશે પ્રથમ બે અને બાદમાં એક ભેંસ ખરીદી હતી. ત્યાર બાદ નિતેશ દ્વારા ત્રણેય ભેંસો બોરાબોર વેચી નાંખી જેના રૂપીયા ઇશ્વરભાઈ ને આપવાની જગ્યાએ પોતે રાખી લીધા હતા. જેની ઉઘરાણી ઈશ્વરભાઈ દ્વારા કરવામાં આવતા નીતેશ રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. જેની અંગે ઈશ્વરભાઈએ નીતેશ તુળશીભાઇ કુકડિયા વિરુદ્ધ 3.25.000 ની છેતરપીંડી ની ફરિયાદ નોંધાવી હતી

ભાવનગર શહેરના કાળિયાબીડ વુસ્ત્રમાં આવેલ ઓશીયન પાર્ક સોસાયટીમાં રહેતા ઇશ્વરભાઇ સુંદરદાસ મંગલાણી એ વરતેજ પોલીસ સ્ટેશનમાં નિતેશ કુકડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સન 2018 માં તેની બાજુમાં રહેતા નીતેશભાઇ તુળશીભાઇ કુકડિયા સાથે મિત્રતા કેળવાઇ હતી અને આ નિતેશ કુકડિયા સરતાનપર ગામે ખેતી તેમજ પશુપાલનનો વ્યવસાય કરતો હોય જેમાં ઇશ્વરભાઇને દુધના વેપારમાં સારી કમાણી છે તમે બે ભેંસો લઇ લો તો તેનું પાલન પોષણ અને ખોરાક પાણીનો ખર્ચ હું કરીશ અને તેના દુધમાંથી આવક થશે તેના ચાલીસ ટકા નિતેશ કુકડિયા રાખશે અને સાંઇઠ ટકા ઇશ્વરભાઇને આપશે તેવી લાલચ બતાવતા ઇશ્વરભાઇએ તેમની પત્નિના બેંક એકાઉન્ટમાંથી કટકે કટકે રૂા. 3,25,000 નિતેશભાઇને આપ્યા હતા અને જેમાંથી નિતેશભાઇએ પ્રથમ બે ભેંસો બાદ એક ભેંસ કુલ ત્રણ ભેંસ લઇ આવ્યા હતા અને થોડોક સમય બધુ સારું ચાલ્યા બાદ ઇશ્વરભાઇની જાણ બહાર જ ત્રણેય ભેંસો બોરાબોર વેચી નાંખી જેના રૂપીયા ઇશ્વરભાઇ આપવાની જગ્યાએ પોતે રાખી લીધા હતા. જેની ઉઘરાણી ઈશ્વરભાઈ દ્વારા કરવામાં આવતા નીતેશ રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. જેની અંગે ઈશ્વરભાઈએ નીતેશ તુળશીભાઇ કુકડિયા વિરુદ્ધ 3.25.000 ની છેતરપીંડી ની ફરિયાદ નોંધાવી હતા વરતેજ પોલીસે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: