ભરૂચ/ ભરૂચના અંકલેશ્વરમાં જોખમી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ મામલે કરાઈ ફરિયાદ

ભરૂચના અંકલેશ્વરમાં જોખમી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવ્યો. શ્રી ઈન્ડ્રસ્ટીઝ કંપની દ્વારા જોખમી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરાતા લોકો રોષે ભરાયા.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 15T164036.253 ભરૂચના અંકલેશ્વરમાં જોખમી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ મામલે કરાઈ ફરિયાદ

Bharuch News : ભરૂચના અંકલેશ્વરમાં જોખમી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવ્યો. શ્રી ઈન્ડ્રસ્ટીઝ કંપની દ્વારા જોખમી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરાતા લોકો રોષે ભરાયા. કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ મામલે કંપનીના માલિક પવન મિશ્રા સહિત 4 સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે કંપની માલીક અને અન્ય એક સાગરીતની  અટકાયત કરી.  પોલીસે આ મામલે કાર્યવાહી કરતા  7 લાખનું કેમિકલ વેસ્ટ અને ટેન્કર મળી 27 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યા

મહત્વનું છે કે રાજ્યમાં ફાર્મા કંપનીઓ અને કેમિકલ ફેકટરીઓના વેસ્ટને લઈને અવારનવાર ફરીયાદો ઉઠી છે. કંપનીઓ દ્વારા વેસ્ટ ખુલ્લામાં ફેંકાતા અથવા તેને ગેરકાયદેસર નિકાલ કરાતા લોકોને વધુ સમસ્યા પેદા થાય છે. કેમિકલ વેસ્ટથી કેટલાક કિસ્સામાં આસપાસના લોકોની સ્વાસ્થ્ય સમસ્યામાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે. આથી ભરૂચમાં પણ અગમચેતીના ભાગરૂપે લોકોએ કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરવા મામલે કંપની સામે ફરિયાદ નોંધાવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: NEET કૌભાંડમાં ગુજરાતનો રૂ. 2.3 કરોડનો વહીવટ

આ પણ વાંચો: ગિફ્ટ સિટીનું વિસ્તરણ નહીં થાય, ઊંચા ભાવે જમીનો ખરીદનારાને મોટો ફટકો

આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાનો પરિવાર ફસાયો

આ પણ વાંચો: ગુજરાત યુનિ.એ 17 કરોડની ગેરરીતિના મામલે કમલજીત લખતરિયાને સસ્પેન્ડ કર્યા