બનાસકાંઠા અકસ્માત/ બનાસકાંઠામાં બાઈક સ્લીપ થતા દંપતીનું સારવાર દરમ્યાન મોત

બનાસકાંઠામાંથી ફરી એકવાર રોડ અકસ્માતની ઘટના સામે આવી છે, દિન પ્રતિદિન અક્સ્માતના બનાવ વધી રહ્યા છે. મળતી માહિતી અનુસાર એક બાઈક અકસ્માત સર્જાયો હતો

Gujarat Others
bike accident
  • બનાસકાંઠા: બાઈક સ્લીપ થતા બે ના મોત
  • અમીરગઢના આવલ પાસેની ઘટના
  • પતિ પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
  • દંપતી અમીરગઢ CHC માં સારવાર હેઠળ હતા

બનાસકાંઠામાંથી ફરી એકવાર રોડ અકસ્માતની ઘટના સામે આવી છે, દિન પ્રતિદિન અક્સ્માતના બનાવ વધી રહ્યા છે. મળતી માહિતી અનુસાર બાઈક અકસ્માત સર્જાયો હતો,જેમાં એક દંપતી સવાર હતું અને અચાનક જ તેમનું બાઈક સ્લીપ થઇ જતા તેઓ આ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ ઘટના બનાસકાંઠા નજીક અમીરગઢના આવલ પાસે બની હતી.

આ ઉપરાંત મળતી માહિતી અનુસાર આ દંપતી રાજસ્થાનથી અમીરગઢ આવી રહ્યું હતું તે દરમ્યાન આ અક્સમાત સર્જાયો હતો. અચાનક જ તેમની બાઈક સ્લીપ થઇ જતા દંપતી ત્યાં જ પટકાયા હતા. આ અકસ્માતમાં પતિ પત્ની બંનેને ગંભીર ઈજા પહોચી હતી. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ અકસ્માત ખુબ જ ગંભીર હતો જેનો ભોગ આ દંપતી બન્યા હતા, ત્યાં હાજર લોકોએ તાત્કાલિક ધોરણે તેઓને સત્વરે સારવાર મળી રહે તે અર્થે દંપતિને અમીરગઢ CHC હોસ્પિટલ ખાતે પહોચાડ્યા હતા. આ અકસ્માત બાદ અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી, ઉપરાંત પોલીસે પંચનામું કરી પરિવારને જાણ કરી હતી. મળતી માહિતી અનુસાર દંપતીનું સારવાર દરમ્યાન જ મોત નીપજ્યું હતું.

વધતી જતી બેદરકારીને લીધે આવી અકસ્માતની ઘટના વારંવાર ઘટતી હોય છે. બનાસકાંઠાના અમરગઢ નજીક પતિ પત્ની બાઈક પર સવાર હતા અને તેમનું બાઈક સ્લીપ થઇ જતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા, ત્યારબાદ તાત્કલિક ધોરણે તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે પણ ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી અને પંચનામું કરી તેઓના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. દંપતીને અમીરગઢ CHCમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા પરંતુ બંનેમાંથી કોઈ પણ બચી શક્યું નહોતું.


whatsapp ad White Font big size 2 4 બનાસકાંઠામાં બાઈક સ્લીપ થતા દંપતીનું સારવાર દરમ્યાન મોત


આ પણ વાંચો:શામળાજી/અસાલ GIDC માં લાગી આગ, કેમિકલ ભરેલા 60 થી વધુ ટેન્કરો બળીને ખાખ

આ પણ વાંચો:Gujarat/રાજ્ય સરકારે વિશેષ શાળાઓની સંખ્યામાં 80 ટકા ઘટાડો કર્યો

આ પણ વાંચો:Ahmedabad-Flyover/અમદાવાદમાં પાંજરાપોળ ખાતે ફોર લેનનો ઓવરબ્રિજ બનશે