ગુનો/ ગાંધીનગરમાં નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ સામે ગુનો નોંધાયો

નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ સામે ગુનો દાખલ

Gujarat
gandhinagar ગાંધીનગરમાં નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ સામે ગુનો નોંધાયો

નેશનલ મિશનના કર્મચારીઓ તેમની પગાર સહિતની માંગો પુરી નહિ થાય તો હડતાલ ચાલુ રાખવાની ચીમકી આપી હતી પણ  કોરોનાના લીધે  અને વાવાઝોડા બાદની સ્થિતિને જોતા એપેડેમિક એક્ટ હેઠળ વિવિધ પોલીસ મથકે નેશનલ હેલ્થ મિશનના 84 કર્મચારીઓ સામે ગુનો દાખલ કર્યો છે.

મેડિકલ ક્ષેત્રે સંકળાયેલા  કર્મચારીઓ દ્વારા છેલ્લા એક મહિનાથી હડતાલ પાડવામાં આવી રહી હતી. જેમાં નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ દ્વારા પણ આ હડતાલ વિવિધ તબક્કે ચાલુ રખાઈ હતી. વાવઝોડાની પરિસ્થિતિમાં પણ તેમને હડતાલ ચાલુ રાખી હતી. પોતાની માંગણીઓને લઈને આ કર્મચારીઓ આગળના દિવસોમાં હડતાલ ચાલુ રાખતા મામલો વધુ પેચીદો બન્યો હતો ત્યાર બાદ તેમણે ફરી હડતાલની ચીમકીઓ સરકારને આપી હતી. મહામારી અને વાવાઝોડાની સ્થિતિને જોતા આ સમય યોગ્ય નથી. જે વાતને ધ્યાનમાં રાખી ગાંધીનગર જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં નેશનલ હેલ્થ મિશનના 84 કર્મચારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કોરોના મહામારીમાં તેમજ વાવાઝોડાની સ્થિતિમાં હડતાલ ચાલુ રખાતા રખિયાલ, પેથાપુર, સેક્ટર 7, સેક્ટર 21 સહિતના પોલીસ મથકે આ ગુનો દાખલ કરાયો હતો. એપેડેમિક એક્ટ હેઠળ આ ગુનો નોંધવામાં આવ્યો છે. કેમ કે,  કર્મચારીઓએ કહ્યું હતું કે, તેમની પગાર વધારવા સહિતની માંગણી નહીં સંતોષાય તો તેઓ હડતાલ પર ઉતરશે.આ કર્મચારીઓ હાલ ભારે નારાજગી જોવા મળે છે.