Ahmedabad/ ખોખરામાં એક જ સોસાયટીમાં 5 લોકોને કડ્યું શ્વાન, શું છે હિંસક બનવાનું કારણ

ગુરુવારે રખડતા કૂતરાએ પ્રીતિબેન પટેલિયા નામના મહિલા પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ મહિલાને હોસ્પિટલ ખેસડવામાં આવ્યા હતા. પ્રીતિબેને જણાવ્યું કે અમારી સોસાયટીમાં 4-5 લોકોને પણ કુતરું કરડ્યું હતું…

Top Stories Ahmedabad Gujarat
Khokhara Dog Bite

Khokhara Dog Bite: ગુજરાત સહીત દેશમાં કૂતરાઓનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ એક યા બીજા શહેરમાંથી કૂતરાના હુમલાના સમાચાર સામે આવતા રહે છે. તાજેતરનો મામલો અમદાવાદના ખોખરાનો છે. અહી ગુરુવારે રખડતા કૂતરાએ પ્રીતિબેન પટેલિયા નામના મહિલા પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ મહિલાને હોસ્પિટલ ખેસડવામાં આવ્યા હતા. પ્રીતિબેને જણાવ્યું કે અમારી સોસાયટીમાં 4-5 લોકોને પણ કુતરું કરડ્યું હતું છતા મનપા તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

અગાઉ રવિવારે રખડતા કૂતરાઓ દ્વારા એક ચાર વર્ષના માસૂમ બાળક ઉપર હુમલો કરાતા બાળકનું મોત થયું હતું. જેનો વીડિયો CCTV કેમેરામાં કેદ થયો હતો. કૂતરાઓનો હુમલો એટલો ભયાનક હતો કે કૂતરાઓએ બાળકનું પેટ પણ ફાડી નાખ્યું હતું. હુમલા બાદ તરત જ બાળકને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું નિપજ્યું હતું. જણાવી દઈએ કે, આ પહેલા શનિવારે ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં રખડતા કૂતરાઓએ સાત વર્ષના બાળકને કરડી ખાધો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. પોલીસ અધિક્ષક સૂરજ રાયે જણાવ્યું કે, કાન્હા નામનો છોકરો બિલાસપુર ગામમાં તેના ઘરના પાછળના ભાગમાં રમી રહ્યો હતો ત્યારે રખડતા કૂતરાઓએ તેના પર હુમલો કર્યો હતો.

છોકરાના પરિવારજનોએ જણાવ્યું કે, રખડતા કૂતરાઓએ કાન્હાને કરડતા રહ્યા અને ગામલોકો તેને બચાવવા આવ્યા ત્યાં સુધીમાં છોકરાનુ ઘણું લોહી વહી ગયુ હતુ. આ પછી ગામલોકોએ કૂતરાઓનો ભાગડીને કાન્હાને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

કેમ શેરી કૂતરાઓ બની રહ્યાં છે હિંસક?

કૂતરાઓને પૂરતો ખોરાક ન મળવો પણ હિંસક થવા પાછળનું એક જવાબદાર કારણ છે, આજકાલ વેસ્ટ મેનેજમેન્ટની ગાડીઓમાં સૂકો અને ભીનો કચરો નાખી દેવામાં આવે છે. જેના કારણે તેમને પૂરતો ખોરાક મળતો નથી. પહેલાંના લોકો તેમને ખાવાનું મળી રહે તે માટે જમવાનું રસ્તા પર રાખતા હતા. જો કે તે પદ્ધતિ પણ યોગ્ય નથી. પહેલાંના જમાનામાં ધર્મમાં માનતા લોકો રસોઈ બનાવતી વખતે ગાય, કૂતરા અને કાગડા માટે રોટલી કાઢતા હતા. જેના કારણે ધર્મની આડમાં પણ આ વિસ્તારના કૂતરાઓને રોજ રોટલી મળતી હતી. પરંતુ હવે વ્યસ્તતા અને બદલાતી લાઈફસ્ટાઈલને કારણે આ શક્ય નથી.

આ પણ વાંચો: Hathras Violence Case:/ દેશમાં ચર્ચાનો વિષય બનેલા હાથરસ ‘બિટિયા કાંડ’ પર કોર્ટનો નિર્ણય, ચારમાંથી ત્રણ આરોપી નિર્દોષ

આ પણ વાંચો: Umesh Yadav/ એશિયામાં શ્રેષ્ઠ બોલિંગ સ્ટ્રાઇક રેટમાં ઉમેશ યાદવે અક્રમ-ઇમરાનને પાછળ છોડ્યા

આ પણ વાંચો: CEC Appointment/ મુખ્ય ચૂંટણી કમિશ્નરની નિમણૂક માટે પણ સમિતિ રચવા સુપ્રીમ કોર્ટનો આદેશ