Rajkot/ રાજકોટમાંથી આવી રીતે ઝડપાયો જૂનાગઢ GST વિભાગનો ડમી અધિકારી

રાજકોટમાંથી જૂનાગઢ GST વિભાગનો ડમી અધિકારી ઝડપાયો હોવાની વિગતો સામે આવતા શહેરમાં ચર્ચાનો વિષય જોવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે જૂનાગઢનાં વનરાજ

Gujarat Others
gst રાજકોટમાંથી આવી રીતે ઝડપાયો જૂનાગઢ GST વિભાગનો ડમી અધિકારી

રાજકોટમાંથી જૂનાગઢ GST વિભાગનો ડમી અધિકારી ઝડપાયો હોવાની વિગતો સામે આવતા શહેરમાં ચર્ચાનો વિષય જોવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે જૂનાગઢનાં વનરાજ બેસનના માલિક પાસે GST વિભાગનાં અધિકારી(ડમી) દ્વારા લાંચ માંગવામાં આવી હતી. વનરાજ બેસનના માલિકને GST રેડ સ્કુટીનીની વોટ્સએપ દ્વારા નોટીસ આપી, નોટિસ મળ્યા બાદ વનરાજ બેસનના માલિકે ફોન કરતા GST વિભાગનાં અધિકારી(ડમી) દ્વારા 2 લાખ માંગવામાં આવ્યા હતા.

FAQ on GST | Boston Financial Advisory Group

GST વિભાગનાં અધિકારી(ડમી) દ્વારા 2 લાખ લઇ રેડ અટકાવવાની વાત કરવામાં આવી હતી. વાત એક દમ સ્પષ્ટતા સાથે કરવામાં આવી હતી કે, NEFT દ્વારા પેમેન્ટ મળ્યા બાદ જ રેડનો ઓર્ડર કેન્સલ કરવામાં આવશે.

Fake GST input tax credit racket busted in Visakhapatnam | A2Z Taxcorp LLP

વનરાજ બેસનનાં માલિકને મામલામાં દાળમાં કાળું હોવાનું લાગતે પોલીસ ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં આપવામાં આવેલી વિગતોને પ્રાથમીક રીતે ચકાસવામાં આવતા મામલામાં રાજકોટનો કોઇ શખ્સ હોવાનું સામે આવતા જૂનાગઢ પોલીસ દ્વારા રાજકોટ LCB પોલીસને સમગ્ર વિગત સાથે જાણ કરવામાં આવી અને રાજકોટ LCB ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો. ઉલ્લેખનીય છે કે, ચાલ બાજ આરોપીને રાજકોટમાં મોબાઇલની દુકાન છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…