Ahmedabad/ તબીબનું ટાઈટલ લગાવીને જનતાનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો નકલી ડોક્ટર ઝડપાયો

અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી ના અધિકારીઓને નકલી ડોક્ટર દ્વારા દવાખાનું ચલાવીને જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા ની માહિતી મળી હતી.

Ahmedabad Gujarat
PICTURE 4 91 તબીબનું ટાઈટલ લગાવીને જનતાનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો નકલી ડોક્ટર ઝડપાયો

અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી નાં અધિકારીઓને નકલી ડોક્ટર દ્વારા દવાખાનું ચલાવીને જનતાનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાની માહિતી મળી હતી. જેના આધારે તેમણે આરોગ્ય અધિકારીઓને સાથે રાખીને તપાસની કાર્યવાહી શરૂ કરી.

PICTURE 4 92 તબીબનું ટાઈટલ લગાવીને જનતાનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો નકલી ડોક્ટર ઝડપાયો

આ તપાસ દરમિયાન ધોળકામાં બુરહાનભાઈ મુલ્લા નામનાં એક વ્યક્તિ દ્વારા બોગસ ડિગ્રીને આધારે દવાખાનું ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું. આરોપીની પૂછપરછ કરતા નકલી ડીગ્રીનો ભેદ ખુલી ગયો હતો. જે બાદ પોલીસે બોગસ ડિગ્રી સાથેનો તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસે દવાઓ સહિત કુલ 1 લાખ 27 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. બીજી તરફ નકલી ડોક્ટરની ધરપકડ કરી જેલ હવાલે કરાયો છે. આરોપી ડોક્ટર તરીકેનું બોગસ સર્ટિફિકેટ ક્યાંથી લાવ્યો હતો અને તેની પાછળ કોણ કોણ સંડોવાયેલું છે તે જાણવા પોલીસે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે.

Gujarat: બહુચરજીનાં ચડાસણા પાટિયા પાસે ટોળકીએ અંદાજે 3 લાખ રૂપિયાની ચલાવી લૂંટ

Election: અસદુદ્દીન ઓવૈસી સાથે મંતવ્ય ન્યૂઝે કરી ખાસ વાતચીત

World / મ્યાનમારમાં લશ્કરી બળવા સામે ઉગ્ર વિરોધ, 12 લોકોના થયા મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ