ભીષણ આગ/ સાણંદના ગોધાવીગામમાં ભીષણ આગ, આગની જ્વાળા એક કિ.મી દૂરથી દેખાઈ

અમદાવાદથી થોડા અંતરે આવેલા ગોધાવી ગામમાં ડેકોરેશન ના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદ – સાણંદ હાઇવે ઉપર આવેલા ગોધાવી ગામમાં બાપા સીતારામ ડેકોરેશન નામના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. સાંજના 6 વાગ્યા ની આસપાસ મંડપના ગોડાઉનમાં આગ લાગતાં આસપાસના લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી […]

Ahmedabad Gujarat
IMG 20210609 191028 સાણંદના ગોધાવીગામમાં ભીષણ આગ, આગની જ્વાળા એક કિ.મી દૂરથી દેખાઈ

અમદાવાદથી થોડા અંતરે આવેલા ગોધાવી ગામમાં ડેકોરેશન ના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.

અમદાવાદ – સાણંદ હાઇવે ઉપર આવેલા ગોધાવી ગામમાં બાપા સીતારામ ડેકોરેશન નામના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી.

સાંજના 6 વાગ્યા ની આસપાસ મંડપના ગોડાઉનમાં આગ લાગતાં આસપાસના લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અમદાવાદથી પાંચ થી છ જેટલી ફાયરની ગાડીઓ તાત્કાલિક બોલાવાની જરૂર પડી હતી.

 

આગ એટલી ભયંકર લાગી હતી કે આગની જવાળા ખબજ દૂરથી દેખાઈ રહી હતી.

આગ ઉપર કાબુ મેળવવા કુલ ૧૦ જેટલી ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. એટલુજ નહિ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ ઘટના સ્થળે જઈને મોરચો સંભાળી લીધો હતો.સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ નથતા ફાયર અધિકારીઓએ હશકારો અનુભવયો હતો.