Not Set/ એઈમ્સ કાર્ડિયો સાયન્સ સેન્ટરમાં આગ, ફાયરની 10 ગાડીઓ ઘટનાસ્થળે

દિલ્હીની એઈમ્સ હોસ્પિટલનાં ગ્રાઉન્ડ ફ્લોરમાં અચાનક આગ લાગી ગઇ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ ઇલેક્ટ્રોનિક પેનલમાં લાગી છે. હજુ સુધી કોઈ જાન-માલનું નુકસાનની જાણ થઈ નથી. સ્થળ ઉપર રાહત બચાવ કામગીરી ચાલી રહી છે. ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આગને કાબૂમાં લેવા પ્રયાસો ચાલી રહ્યા છે. આગ કેવી […]

Top Stories India
AIIMS Fire એઈમ્સ કાર્ડિયો સાયન્સ સેન્ટરમાં આગ, ફાયરની 10 ગાડીઓ ઘટનાસ્થળે

દિલ્હીની એઈમ્સ હોસ્પિટલનાં ગ્રાઉન્ડ ફ્લોરમાં અચાનક આગ લાગી ગઇ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ ઇલેક્ટ્રોનિક પેનલમાં લાગી છે. હજુ સુધી કોઈ જાન-માલનું નુકસાનની જાણ થઈ નથી. સ્થળ ઉપર રાહત બચાવ કામગીરી ચાલી રહી છે. ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આગને કાબૂમાં લેવા પ્રયાસો ચાલી રહ્યા છે.

આગ કેવી રીતે શરૂ થઈ તે અંગેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. એઇમ્સમાં સામાન્ય રીતે દર્દીઓની ભારે ભીડ હોય છે. શનિવારે સાંજે આગની જાણ થતાં જ દર્દીઓનાં સહાયકોને સમજાયુ નહી કે શું કરવું અને દર્દીઓને ક્યાં લઈ જવા. અંધાધૂંધીનું વાતાવરણ ફેલાઇ હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આગ પ્રથમ અને બીજા માળ પર કાબૂમાં લેવામાં આવી છે, પરંતુ હવે આગ ત્રીજા માળેથી પાંચમા માળે પહોંચી ગઈ છે. શરૂઆતમાં બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું, ત્યારબાદ જ્વાળાઓ ઉંચી ઉઠવા લાગી.

આપને જણાવી દઈએ કે, તાજેતરમાં એઇમ્સનાં ટીચિંગ બ્લોકમાં આગ લાગી હતી, ત્યારબાદ એઈમ્સ પ્રશાસનની બેદરકારી સામે આવી હતી. એઇમ્સ જેવી સંસ્થામાં થોડા મહિનામાં લાગેલી આગ પોતે જ મોટા પ્રશ્નોનો સંકેત આપે છે. ઓગસ્ટમાં, એઇમ્સનાં જે ભાગમાં આગ લાગી હતી તેમાં ફાયર એનઓસી નહોતી. એઇમ્સ જેવી મોટી સંસ્થાઓમાં દર વર્ષે ફાયર એનઓસીનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.