Fire/ ડીસામાં પૂજાપાની દુકાનમાં લાગી આગ, લાખોનું થયું નુકસાન

બનાસકાંઠા જિલ્લામાં આગની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક અકસ્માતમાં આગની ઘટનાઓ સામે આવી રહી છે તો ક્યાંક શોર્ટસર્કિટના કારણે આગ ની ઘટનાઓ બની રહી છે

Gujarat Others
a 397 ડીસામાં પૂજાપાની દુકાનમાં લાગી આગ, લાખોનું થયું નુકસાન

@ભરત સુંદેશા, મંતવ્ય ન્યૂઝ – બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આજે સવારે શોર્ટ સર્કિટના કારણે ડીસા સદર બજાર વિસ્તારમાં આવેલી પૂજાપાઠની દુકાનમાં આગ ની ઘટના સામે આવી હતી જેમાં વેપારીને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ ઘટના સર્જાતાં ઘટના સ્થળે પોલીસ અને ડીસા નગરપાલિકા ફાયર ફાઇટર ટીમ પહોંચી આગને કાબુમાં લેવાઇ હતી.

બનાસકાંઠા જિલ્લામાં આગની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક અકસ્માતમાં આગની ઘટનાઓ સામે આવી રહી છે તો ક્યાંક શોર્ટસર્કિટના કારણે આગ ની ઘટનાઓ બની રહી છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે-ત્રણ મહિનાથી સતત આગની ઘટનાઓ જોવા મળી રહી છે ત્યારે આજે ડીસામાં પણ આગની ઘટના સામે આવી છે ડીસાના સદર બજાર વિસ્તારમાં વર્ષોથી મોહન ઉજમ નામની પૂજાપાઠની પેઢી મહેશ દીનાભાઈ મોદી ચલાવે છે.

આજે સવારે ડીસાના સદર બજાર વિસ્તારમાં પૂજાપાઠની દુકાન માં શોર્ટસર્કિટના કારણે ભયંકર આગ લાગી હતી આગ એટલી ભયંકર હતી કે જો તે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને વેપારીની દુકાનમાં તમામ પૂજાપાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો સવારના સમયે હોવાથી આગની ઘટનાની જાણ થઈ નહોતી જેના કારણે જોતજોતા માં આગ વધી ગઈ હતી અને વેપારી ને જાણ થાય ત્યાં સુધી દુકાન માં પડેલા તમામ માલ સામાન બળી ગયો હતો આ આગની ઘટનામાં વેપારીને દશ લાખથી વધુ પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આગની ઘટના ઘટતા વેપારીની આંખમાં પણ આંસુ આવી ગયા હતા.સદર બજાર માં આગ ની ઘટના સામે આવતાં જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આગળ વધતા દુકાન ના વેપારી દ્વારા તાત્કાલિક ધોરણે ડીસા નગરપાલિકા ની ફાયર ફાઇટર ની ટિમ ને આગની ઘટનાની જાણ કરવામાં આવી હતી.

નગરપાલિકાનું ફાયર ફાઇટર આવે ત્યાં સુધી તો આગ ચારે બાજુ ફેલાઈ ગઈ હતી પરંતુ જે બાદ ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં મેળવવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી પરંતુ એક ફાયર ફાઈટર થી આગને કાબૂમાં ના આવતા અન્ય ફાયરની ટીમને પણ બોલાવી પડી હતી અને ચાર કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી પરંતુ આગની ઘટનામાં વેપારીને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે બીજી તરફ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને જોવા માટે આવેલા લોકોના ટોળાં ને હટાવવાની કવાયત હાથ ધરી હતી.

ડીસા સદર બજાર વિસ્તારમાં આજુબાજુ ૫૦૦થી પણ વધુ એક પૂજા પાઠ અને કરિયાણાની દુકાનો આવેલી છે ત્યારે આજે વહેલી સવારે સદર બજાર ની વચ્ચોવચ આવેલી પૂજા પાઠ અને દુકાનમાં ભયકર આગ લાગતાં ઘટનાસ્થળે આજુબાજુના વેપારીઓ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને અન્ય દુકાનોમાં પણ આગ ન લાગે તે માટે તાત્કાલિક ધોરણે તમામ દુકાનદાર પોતાની દુકાનો બંધ કરી દીધી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વેપારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો પરંતુ નગરપાલિકાની ફાયરની ટીમ ભારે જહેમત બાદ આગને કાબુમાં લાવી હતી બાદ આજુબાજુના વેપારીઓમાં રાહત જોવા મળી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…