Not Set/ ઇન્ડોનેશિયાની જેલમાં આગ લાગતા હાહાકાર, 40 કેદીઓ જીવતા ભૂંજાયા

આગ લાગી એ વખતે જેલના ‘સી’ બ્લોકમાં 122 કેદીઓ હતા. આગ પર કાબૂ મેળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ અને સૈનિકો સેવામાં લાગ્યા છે.

Top Stories World
કેદીઓ

ઇન્ડોનેશિયાના બાન્ટેન પ્રાંતની જેલમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે, જેમાં 41 ડ્રગ કેદીઓના મોત થયા છે અને 39 કેદીઓ ઘાયલ થયા  છે. કાયદા અને માનવાધિકાર મંત્રાલયના જેલ વિભાગના પ્રવક્તા રિકા અપરિંતીએ આ વાતની પુષ્ટિ કરી હતી.

આ પણ વાંચો :પંજશીર ખીણના લોકોએ કહ્યું – તાલિબાન જૂઠું બોલી રહ્યું છે, અમે હજુ પણ આઝાદ છીએ

રોઇટર્સના જણાવ્યા અનુસાર, જેલમાં ભીડ હતી. બુધવારે સવારે 1 કે 2 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ સમયે મોટાભાગના કેદીઓ સૂઈ રહ્યા હતા. અકસ્માતમાં ઘણા કેદીઓ ગંભીર રીતે દાઝી ગયા છે. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

રિકા અપરિંતીએ કહ્યુ કે, તંગેરંગ જેલ બ્લોક સીમાં આગ લાગી હતી. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. જ્યારે બ્લોકને આખો ખાલી કરી દેવામાં આવ્યો છે. હાલમાં આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. આગ લાગવાનું કારણ હજૂ સુધી જાણવા નથી મળ્યું.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનનાં હસ્તક્ષેપ વચ્ચે કાબુલમાં ગુજ્યા ‘પાકિસ્તાન મુર્દાબાદ’ નાં નારા

આગ લાગી એ વખતે જેલના ‘સી’ બ્લોકમાં 122 કેદીઓ હતા. આગ પર કાબૂ મેળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ અને સૈનિકો સેવામાં લાગ્યા છે. કેટલાક કલાકોના પ્રયત્નો બાદ આગ કાબૂમાં આવી અને તમામ કેદીઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું.

સપ્ટેમ્બર મહિનાના સરકારી આંકડા મુજબ, તંગરેંગ જકાર્તા નજીક ઔદ્યોગિક અને ઉત્પાદન કેન્દ્ર છે. અહીંની જેલમાં 2,000 થી વધુ કેદીઓ હતા, જે તેની 600 લોકોની ક્ષમતા કરતા ઘણા વધારે છે.

આ પણ વાંચો :2વર્ષના બાળકને ક્યુબામાં અપાઈ કોરોનાની રસી, સૌથી નાની વયે રસી આપવાનો રચાયો ઈતિહાસ

ઇન્ડોનેશિયામાં જેલબ્રેક અને રમખાણોને કારણે આગ સામાન્ય છે. અહીંની જેલોમાં ભીડ પણ એક સમસ્યા બની ગઈ છે અને જેલમાં ભંડોળના અભાવે સંઘર્ષ કરી રહી છે. ગેરકાયદેસર ડ્રગ્સ સામે અહીં મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :ઇન્ટરનેટ અને નોકરીની લાલચ આપી યુવાનોને આકર્ષવામાં તાલીબાન સફળ

આ પણ વાંચો :ચીનમાં પોસ્ટિંગના થોડા સમયમાં જર્મનના રાજદૂત હેકરનું અવસાન

આ પણ વાંચો : UNની આતંકવાદી લિસ્ટમાં તાલિબાનની સરકારના ટોચના મંત્રીઓના નામ છે

આ પણ વાંચો :આ સાઇકલિસ્ટે 8 દિવસમાં કાશ્મીરથી કન્યાકુમારીનું અંતર કાપી Guinness Book માં નોંધાવ્યું નામ