Not Set/ વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 અને 12 ની પરીક્ષા, જાણો પૂરી વિગત

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઇએ શૈક્ષણિક સત્ર 2021-22 માટે મોટો ફેરફાર કર્યો છે. સીબીએસઇએ સોમવારે 2021-22 સત્ર માટે ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડની પરીક્ષા માટે વિશેષ મૂલ્યાંકન યોજનાની જાહેરાત કરી હતી.

Top Stories Trending
1 7 વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 અને 12 ની પરીક્ષા, જાણો પૂરી વિગત
  • સીબીએસઇની નવી પરીક્ષા પદ્ધતિ જાહેર
  • ધોરણ 10-12 માટે વર્ષ-2021-22માં નવી પરીક્ષા પદ્ધતિ
  • પ્રથમ ટર્મની પરીક્ષા નવે.-ડિસે.-2021માં લેવાશે
  • માર્ચ-એપ્રિલ-2022માં બીજી ટર્મની પરીક્ષા યોજાશે
  • ટર્મ-1ની પરીક્ષા એમસીક્યુ આધારિત રહેશે
  • વિદ્યાર્થીઓને 90 મિનિટનો પરીક્ષા સમય અપાશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઇએ શૈક્ષણિક સત્ર 2021-22 માટે મોટો ફેરફાર કર્યો છે. સીબીએસઇએ સોમવારે 2021-22 સત્ર માટે ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડની પરીક્ષા માટે વિશેષ મૂલ્યાંકન યોજનાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત, 2021 બેચ માટે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવશે. 2022 માં યોજાનારા સીબીએસઈનાં 10 માં અને 12 માં શૈક્ષણિક સત્રને 50-50 ટકાનાં અભ્યાસક્રમનાં બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. ઉપરાંત, આ વર્ષની જેમ, 2021-22 માટેનો અભ્યાસક્રમ પણ કાપવામાં આવશે.

11 121 વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 અને 12 ની પરીક્ષા, જાણો પૂરી વિગત

ષડયંત્ર / અમેરિકાની 200 જેટલી કંપનીઓ પર હેકર્સે કર્યો સાયબર Attack, માંગ્યા 70 મિલિયન ડોલર

મળતી માહિતી મુજબ પ્રથમ સત્રની પરીક્ષાઓ નવેમ્બર-ડિસેમ્બરમાં અને બીજા ટર્મની પરીક્ષા માર્ચ અને એપ્રિલમાં લેવામાં આવશે. એટલું જ નહીં, દસમાં ધોરણનાં પરિણામ માટે 9 માં અને 12 માં પરિણામ માટે 11 માં વર્ગનાં ગુણ પણ મહત્વની ભૂમિકા ભજવશે. સીબીએસઇનાં નિયામક (અધ્યાપન) જોસેફ ઇમેન્યુઅલ દ્વારા આપવામાં આવેલા સરકારી આદેશ અનુસાર, પ્રથમ ટર્મ પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર, 2021 માં લેવામાં આવશે, જ્યારે બીજી ટર્મની પરીક્ષા માર્ચ-એપ્રિલ, 2022 માં લેવામાં આવશે. તેમણે કહ્યું કે, ‘શૈક્ષણિક સત્ર 2021-22 માટેનો અભ્યાસક્રમ તર્કસંગત રીતે બે ટર્મમાં વહેંચવામાં આવશે, આ માટે વિષય નિષ્ણાતોની મદદ લેવામાં આવશે. અંતે બોર્ડ પરીક્ષાઓ લેશે. શૈક્ષણિક સત્રનાં અંતે બોર્ડ દ્વારા 10 મી અને 12 ની પરીક્ષાઓ લેવામાં આવતી તકોમાં વધારો થાય તે હેતુથી આ કામગીરી કરવામાં આવી છે.

11 122 વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 અને 12 ની પરીક્ષા, જાણો પૂરી વિગત

મોદી સરકારનું વિસ્તરણ  / 7 જુલાઇએ મોદી સરકારમાં નવા મંત્રીઓને સામેલ કરવામાં આવે એવી ચર્ચાએ સમગ્ર દેશમાં જોર પકડ્યું

જુલાઈ 2021 માં સૂચિત છેલ્લા શૈક્ષણિક સત્રનાં સંદર્ભમાં બોર્ડ પરીક્ષા 2021-22નો અભ્યાસક્રમ તર્કસંગત બનાવવામાં આવશે. ઇમેન્યુઅલે કહ્યું, ‘આંતરિક આકારણી, પ્રાયોગિક, પ્રોજેક્ટનાં કામોની માર્ગદર્શિકા અનુસાર વધુ વિશ્વસનીય અને કાયદેસર બનાવવાના પ્રયાસો કરવામાં આવશે અને બોર્ડ દ્વારા ન્યાયિક રીતે યોગ્ય ગુણ આપવા માટે નીતિની જાહેરાત કરવામાં આવશે.’ બોર્ડ દ્વારા આ યોજના કોવિડ રોગચાળાને કારણે લાવવામાં આવી છે જેના કારણે ગયા વર્ષે કેટલાક વિષયોની બોર્ડની પરીક્ષાઓ અને ચાલુ વર્ષે સમગ્ર બોર્ડની પરીક્ષા રદ કરવી પડી છે.