Viral Video/ બિલ્ડીંગમાં લાગી આગ, પિતાએ પુત્રને બીજા માળેથી નીચે ફેંકી દીધો, પછી જે થયું… જુઓ

એક પિતાએ પોતાના બાળકને આગથી બચાવવા માટે બીજા માળેથી નીચે ફેંકી દીધો હતો. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Trending Videos
બાળકને

એવું કહેવાય છે કે આ દુનિયામાં માતા-પિતાથી મોટો કોઈ યોદ્ધા નથી, અને એ સાચું પણ છે , જ્યારે તેમના બાળકોની વાત આવે છે, ત્યારે તેઓ કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે. આવું જ કંઈક અમેરિકામાં થયું, જેને જોઈને તમારો આત્મા કંપી જશે. જી હાં, અહીં એક પિતાએ પોતાના બાળકને બચાવવા માટે જે કર્યું તે જોઈને બધા ચોંકી ગયા. આપને જણાવી દઈએ કે અહીં એક પિતાએ પોતાના બાળકને આગથી બચાવવા માટે બીજા માળેથી નીચે ફેંકી દીધો હતો. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ રીતે 3 વર્ષના બાળકનો બચાવ્યો જીવ  

વાસ્તવમાં, અમેરિકામાં પિતા તેમના 3 વર્ષના બાળક સાથે તેમના ઘરમાં હતા, ત્યારે બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. તે સમયે પિતાએ બાળકને આગથી બચાવવા તેને નીચે ફેંકી દીધો હતો.

ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, યુએસએના ન્યુ જર્સીમાં સાઉથ રિજ વૂડ એપાર્ટમેન્ટમાં 7 માર્ચે એક ભયાનક ઘટના બની હતી, જ્યાં એક પિતા તેના 3 વર્ષના બાળક સાથે તેમના ઘરમાં હતા, જ્યારે તેઑ તેમની બિલ્ડિંગમાં હતા. ત્યારે આગ બિલ્ડીંગમાં આગ લાગી ત્યારે તેઑ તેમના બાળક સાથે દરવાજાની બાજુમાંથી બહાર આવી શક્યા ન હતા, કારણ કે આગએ ભયંકર રૂપ ધારણ કર્યું હતું.

બાળકને નીચે ફેંકી દીધું

આ પછી પિતા તેમના બાળકને તેમના ઘરની બારી તરફ લઈ ગયા. પિતાએ ત્યાંથી નીચે જોયું તો નીચે સુરક્ષાકર્મીઓ ઉભા હતા. આ પછી પિતાએ પોતાના બાળકને બારીમાંથી બહાર ફેંકી દીધો. જે બાદ રેસ્ક્યુ ટીમના લોકોએ બાળકને પકડી લીધો હતો. પોલીસ અને રેસ્ક્યુ ટીમમાં સામેલ લોકોએ પિતાને બાળકને નીચે ફેંકવાનું કહ્યું હતું. જોકે, પિતાને ડર હતો કે બાળકને ક્યાંક ફેંકી દેતાં તેને ગંભીર ઈજા થઈ શકે છે.

 બાળકનો જીવ બચી ગયો, પિતા પણ નીચે કૂદી પડ્યા

બાળકો નીચે પડતા જ પોલીસકર્મીઓએ સરળતાથી બાળકને પકડી લીધો. આ પછી પિતાએ પણ બીજા માળેથી નીચે ઝંપલાવ્યું હતું. પોલીસકર્મીઓએ પિતાને પણ પકડીને તેમનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના બોડી કેમેરામાં વીડિયો રેકોર્ડ કરવામાં આવી હતી. કેમેરો સિક્યુરિટી ગાર્ડના શરીર પર લગાવવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે આ હૃદયદ્રાવક વીડિયો સો બ્રન્સવિક પીડી નામના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જેને જોઈને લોકોનો આત્મા કંપી ઉઠે છે.

આ પણ વાંચો : યુક્રેનના 20 થી વધુ શહેરોમાં એર રેડ એલર્ટ,રશિયા એર સ્ટ્રાઇકની તૈયારીમાં…

આ પણ વાંચો :ઈરાકમાં અમેરિકી દૂતાવાસ પર 6 બેલેસ્ટિક મિસાઈલથી હુમલો, કેમ્પસમાં ભીષણ આગ

આ પણ વાંચો :રશિયન સૈનિકોએ ગોળીબાર કરતા એક બાળક સહિત 7 લોકોના મોત

આ પણ વાંચો :વડાપ્રધાન ઇમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવ પર વિરોધ પક્ષના નેતાઓ માટે અપમાનજનક ભાષાનો કર્યો ઉપયોગ