Ahmedabad News: અમદાવાદમાં રસ્તાઓ પર માણસો કરતા વાહનો વધુ જોવા મળે છે. અહી ટ્રાફિકની સમસ્યા બદતર બની રહી છે. લોકોને ચાલવા માટે પણ જગ્યા નથી મળતી. ત્યારે રાહદારીઓ માટે એક મોટો નિર્ણય લેવાયો છે. સરખેજ ગાંધીનગર હાઇવે પર બનશે એક-બે નહિ, પરંતું પાંચ ફુટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે.
અમદાવાદમાં રોડ ક્રોસ કરતા સમયે અવાર નવાર સર્જાતા અકસ્માતને ધ્યાને લઈ એક મહત્વનો નિર્ણ લેવાયો છે. 20 કરોડના ખર્ચે અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા એસજી હાઈવે પર પાંચ ફુટ ઓવર બ્રિજ આકાર પામશે. એએમસી અને નેશનલ હાઇવે ઓથોરિટીના સર્વેમાં આ વિગતો બહાર આવી છે. જિલ્લા કલેક્ટરની રોડ સેફ્ટી બેઠકમાં આ બેઠકમાં અવારનવાર થતા અકસ્માતના સ્થળે બ્લેક સ્પોટ સાઇન બોર્ડ અને માર્કીગ આપવા સુચના અપાઈ છે.
વસ્ત્રાપુર લેકમાં બનશે ફૂડકોર્ટ
વસ્ત્રાપુર લેક પાસે આવેલા ઍમફી થિયેટરને તોડી ફૂડ કોર્ટ બનાવવામાં આવશે. વસ્ત્રાપુર લેકની સાથે ફૂડ કોર્ટ પણ બનાવવામાં આવશે. સહેલાણીઓને લેકના નજરા સાથી ફૂડ કોર્ટની સુવિધા પણ મળે તેવું આયોજન કરાયું છે. હાલ ઍમફી થિયેટરમાં બુકીંગ ન આવતા બંધ કરાયા છે. 5 હજાર ચોરસ મિટરથી પણ વધુ એરિયામાં 5.15 કરોડના ખર્ચે ફૂડ કોર્ટ બનાવામાં આવશે.
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….
આ પણ વાંચો: સુરતની લાજપોર જેલમાં કેદીના મોત મામલે બબાલ, પોલીસના મારથી મોતનો આરોપ
આ પણ વાંચો: પાટણમાં દોઢ વર્ષના બાળકનું વીજ કરંટથી થયું મોત
આ પણ વાંચો: કાટમાળમાંથી ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ બનેલા કચ્છને એરપોર્ટ મળી શકે
