Gandhinagar/ દહેગામ ખાતે ડાયરામાં બબાલ થતાં જૂથ અથડામણ

ગાંધીનગરના દહેગામમાં ડાયરામાં મોટી બબાલ જૂથ અથડામણમાં પરિણમી છે. આમ ડાયરો તોફાની બન્યો હતો. ડાયરામાં દહેગામના નામચીન બુટલેગરો બાખડ્યા હોવાનું માનવામાં આવે છે.

Gandhinagar Gujarat
Mantavyanews 2 20 દહેગામ ખાતે ડાયરામાં બબાલ થતાં જૂથ અથડામણ

ગાંધીનગરઃ ગાંધીનગરના દહેગામમાં ડાયરામાં Group clash મોટી બબાલ જૂથ અથડામણમાં પરિણમી છે. આમ ડાયરો તોફાની બન્યો હતો. ડાયરામાં દહેગામના નામચીન બુટલેગરો બાખડ્યા હોવાનું માનવામાં આવે છે. તેના લીધે મામલો વધારે ઉગ્ર બન્યો હોવાનું કહેવાય છે. બંને વચ્ચે ડાયરા દરમિયાન જ મોટી તકરાર થઈ હોવાનું કહેવાય છે.

તેના પરિણામે બંને બુટલેગરોના જૂથો સામસામે આવી જતા તકરારે મોટું સ્વરૂપ ધારણ કર્યુ હતુ. તેની સાથે સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. બંને જૂથોના લોકો એકબીજા સામે બાખડતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છવાઈ ગયો છે. આ ઉપરાંત બંને જૂથના લોકોએ દહેગામમાં રીતસર તોડફોડ આદરતા ધોળા દિવસે વિસ્તારની કેટલીય દુકાનોએ શટર પાડી Group clash દીધા હતા. તેના પગલે દહેગામના વિસ્તારમાં નાસભાગની સ્થિતિ જોવા મળી હતી.

દહેગામના ભરબજારમાં રીતસર મારામારીના દ્રશ્યો જોવા મળતાં જાણે કોઈ ફિલ્મની મારામારીનું શૂટિંગ ચાલતું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. બુટલેગરોના બંને જૂથોના માણસો એકબીજા સાથે બાખડતા અને તે વિસ્તારમાં Group clash આવેલા વાહનોને નુકસાન પહોંચાડતા જોવા મળ્યા હતા. વાહનચાલકોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો. લોકો અચાનક બનેલી આ ઘટનાથી ચિંતામાં પડી ગયા હતા. તેઓને ચિંતા એ હતી કે આ તોડફોડ પછી ક્યાંક લૂંટફાટમાં ન પરિણમે.

આ બે જૂથો વચ્ચેની અથડામણમાં ત્રણ વાહનોને અને એક ગણપતિ પંડાલને પણ નુકસાન થયું હતું. બે જૂથો વચ્ચેની અથડામણમાં છ લોકો ઇજા પામ્યા છે અને તેમા એકને ગંભીર ઇજા પહોંચી છે. આ જૂથ અથડામણમાં ગંભીર રીતે ઇજા પામેલા બે લોકોને ગાંધીનગર સિવિલ દાખલ કરવામાં આવ્યા છે. પરિસ્થિતિ તંગ બન્યાનું જાણતા પોલીસ કાફનો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પછી Group clash પોલીસે પરિસ્થિતિ અંકુશમાં લીધી છે.

તેની સામે દોષિતો સામે કેસ નોંધીને પગલાં લેવાનો પણ પ્રારંભ કર્યો છે. તેની સામે પોલીસે ઘટનાની તપાસ પણ આરંભી છે. તેમા પણ આજે ગણપતિ વિસર્જન હોઈ સ્થિતિ વધુ વણસે નહી તે માટે પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત આદર્યો છે. સીસીટીવી ફૂટેજના આધારે મારામારી અને તોડફોડ કરનારાઓની સઘન તપાસ પણ આરંભી છે. ગણપતિ વિસર્જનમાં આ પ્રકારની કોઈપણ પ્રકારની ઘટના ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છેઅને વધારામી કુમકો પણ ગોઠવી દીધી છે.


આ પણ વાંચોઃ ભાવનગર શહેરના કુંભારવાડામાં જૂથ અથડામણ,અક્ષર પાર્ક સોસાયટી, વાદીલાનાળા પાસે મારામારી

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર:સાયલામાં બે જૂથ વચ્ચે અથડામણ,એકજ જ્ઞાતિના લોકો વચ્ચે મારામારીનો બનાવ

આ પણ વાંચોઃ Breaking News/રાજકોટના જેતપુરમાં પાનના ગલ્લે થઇ જૂથ અથડામણ

આ પણ વાંચોઃ જૂથ અથડામણ/સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં જૂથ અથડામણ