Rajkot Gaming Zone Tragedy/ રાજકોટ અગ્નિકાંડમાં લોકોને બચાવનાર અને નજરે જોનાર હીરો

રાજકોટ અગ્નિકાંડની કરુણાંતિકાએ કમનસીબ 28નો ભોગ લીધો હતો. તે સમયે ગેમ ઝોનમાં કામ કરતાં કર્મચારીએ આગ લાગતી નજર સમક્ષ જોઈ હતી, તેણે આગ કેવી રીતે લાગી તે પણ જોયું હતું અને લાગેલી આગમાંથી 10થી 15 લોકોને બચાવ્યા પણ હતા.

Top Stories Gujarat Rajkot Breaking News
Beginners guide to 2024 06 01T151526.628 રાજકોટ અગ્નિકાંડમાં લોકોને બચાવનાર અને નજરે જોનાર હીરો

Rajkot News: રાજકોટ અગ્નિકાંડની (Rajkot Fire Zone) કરુણાંતિકાએ કમનસીબ 28નો ભોગ લીધો હતો. તે સમયે ગેમ ઝોનમાં કામ કરતાં કર્મચારીએ આગ લાગતી નજર સમક્ષ જોઈ હતી, તેણે આગ કેવી રીતે લાગી તે પણ જોયું હતું અને લાગેલી આગમાંથી 10થી 15 લોકોને બચાવ્યા પણ હતા. મંતવ્ય ન્યૂઝને આપેલા એકસ્લુઝિવ ઇન્ટરવ્યુમાં આ અગ્નિકાંડને નજરા જોનારા સાક્ષીએ અગ્નિકાંડની બધી વિગતો આપી હતી.

તેણે જણાવ્યું હતું કે ગેમ ઝોન અગ્નિકાંડમાં બીજા માળ પર મોટી સંખ્યામાં લોકો હતા. આગ લાગી તો પહેલા માળે હતી અને જ્વલનશીલ પદાર્થના લીધે ઝડપથી ફેલાતા બીજા માળે પહોંચી હતી.

તેણે જણાવ્યું હતું કે તેઓએ ગેમ ઝોનમાંથી ઘણા બધા લોકોને કાઢી લીધા હતા, પણ શનિવાર હોઈ અને સ્કીમ હોઈ મોટાપાયા પર લોકોની હાજરી હતી. તેથી તેમનાથી બચાવાય તેટલાને બચાવ્યા હતા અને પોતે પણ બીજા માળેથી કૂદકો માર્યો હતો.

તેણે જણાવ્યું હતું કે તેણે પોતે જ બીજા માળે 10થી 15ને બચાવ્યા હતા. કેટલાય લોકો આગથી બચવા રીતસરના તરફડીયા મારતા હતા અને બચાવો બચાવોના પોકારો કરતા હતા. કેટલાય માસૂમો તેમની નજર સામે આગમાં જીવતા ભૂંજાયા હતા. તેમના માટે આ જીવનનો હૃદયવિદારક અનુભવ હતો. ગેમ ઝોનની નોકરી કરવા દરમિયાન તેમણે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો આવશે તેવી કલ્પના પણ કરી ન હતી.

ઉપરથી તેઓ તો બધાને ગેમ ઝોનમાં ખુશ જોઈને ખુશ હતા. ગેમ ઝોનમાં રમવા આવેલા લોકો આનંદ માણવા આવ્યા હતા. તેઓના ચહેરા પરની ખુશી જોઈને તેમને પણ ઘણો આનંદ મળતો હતો. તેઓ ગેમ ઝોનની નોકરીમાં લોકોને આનંદ મનાવતા જોઈને ખુશ હતા. પણ શનિવાર 25 મેનો દિવસ તેમના માટે ગોઝારો નીવડ્યો હતો. તેમને શનિવારે નોકરી શરૂ કરી ત્યારે કલ્પના પણ ન હતી કે આ દિવસનો અંત આ રીતે આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  સુરતમાં સ્ટેટ જીએસટીની કાર્યવાહી, ત્રણ આઈસ્ક્રીમ વિક્રેતાઓ પર દરોડા

આ પણ વાંચો: રાજકોટના જસદણમાં ઝેરી દવા પીનારનું મોત

આ પણ વાંચો: પાટણ: સરસ્વતીમાં બાઇક સ્લીપ થતા આધેડનું ઘટનાસ્થળે નિપજ્યું મોત

આ પણ વાંચો: ભગવાન જગન્નાથ રથયાત્રાની સુરક્ષાને પગલે શહેર ક્રાઈમબ્રાંચની ફૂટમાર્ચ