હત્યા/ પાકિસ્તાનમાં હિન્દુ છોકરાનું યૈાન શૌષણ કર્યા બાદ કરવામાં આવી હત્યા

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક 11 વર્ષના હિંદુ છોકરાનું યૌન શોષણ કરવામાં આવ્યું અને તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી.

Top Stories World
HINDU 1 પાકિસ્તાનમાં હિન્દુ છોકરાનું યૈાન શૌષણ કર્યા બાદ કરવામાં આવી હત્યા

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક 11 વર્ષના હિંદુ છોકરાનું યૌન શોષણ કરવામાં આવ્યું અને તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. શનિવારે મીડિયાના સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે. છોકરાના પરિવારજનોએ જણાવ્યું કે તે શુક્રવારે સાંજે ગુમ થયો હતો અને શનિવારે તેનો મૃતદેહ પ્રાંતના ખૈરપુર મીર વિસ્તારના બાબરલોઈ શહેરમાં એક નિર્જન ઘરમાંથી મળી આવ્યો હતો.

છોકરાના સંબંધી રાજ કુમારે જણાવ્યું હતું કે, “આખો પરિવાર ગુરુ નાનકની જન્મજયંતિની ઉજવણીમાં વ્યસ્ત હતો. બાળક કેવી રીતે ગુમ થયું તે અમને ખબર નથી. તે રાત્રે 11 વાગ્યે ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.” બાબરલોઈ પોલીસ સ્ટેશનના એસએચઓએ જણાવ્યું હતું કે ગુનેગારોએ છોકરાનું યૌન શોષણ કર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરી હતી.

એસએચઓએ કહ્યું, “અમે બે લોકોની ધરપકડ કરી છે, જેમાંથી એકે પોતાનો ગુનો કબૂલ કર્યો છે.” બાળ સુરક્ષા સત્તાધિકારી, સુક્કરના ઝુબેર મહારે જણાવ્યું હતું કે સગીરના શરીર પર ત્રાસના નિશાન પણ હતા. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં રાજ્યમાં આ બીજી ઘટના છે.

“થોડા સમય પહેલા, હિંદુ સમુદાયની એક સગીર છોકરી સુક્કુર જિલ્લાના સાલેહ પટમાં ગુમ થઈ ગઈ હતી. પોલીસે તેની પુનઃપ્રાપ્તિ માટે 25 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત પણ કરી હતી, પરંતુ તે બધું વ્યર્થ ગયું