હિટ એન્ડ રન/ પાટણમાંથી સામે આવી હિટ એન્ડ રનની ઘટના, જીપની ટક્કરે બે લોકોના લીધા જીવ

પાટણ શહેરમાંથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી, જેમાં બે લોકોનાં મોત થયાં છે. રસ્તા ઉપર જઇ રહેલી ગાડી સાઈડમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ઘૂસી જતાં..

Gujarat Others
હિટ એન્ડ રનની

રાજ્યમાં સતત હિટ એન્ડ રનની ઘટના વધી રહી છે. બીજાની બેદરકારીને કારણે અનેક લોકોએ જીવ ગુમાવવો પડી રહ્યો છે. ત્યારે આવામાં વધુ એક પાટણ શહેરમાંથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી, જેમાં બે લોકોનાં મોત થયાં છે. રસ્તા ઉપર જઇ રહેલી ગાડી સાઈડમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ઘૂસી જતાં યુવતી અને વૃદ્ધના કચડાઈ જવાથી બંનેનાં મોત થયાં હતાં.

આ પણ વાંચો :દ્વારકામાં લોખંડની ધગધગતી સાંકળના ઘા મારી મહિલાને ઉતારી મોતને ઘાટ

મળતી માહિતી અનુસાર,પાટણ શહેરના અનાવાડા રોડ પર આજે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. શહેરના અનાવાડા રોડ પર આવેલ ઝૂપડપટ્ટીમાં રહેતો એક પરિવાર તેનો ભોગ બન્યો છે. આજે સવારે પરિવારના કેટલાક સદસ્યો ઘરની બહાર બેસ્યા હતા. તે દરમિયાન અનાવાડા રોડ પરથી અચાનક પૂરઝડપે ખુલ્લી જીપ આવી ચઢી હતી.

આ પણ વાંચો :  દિવાળી બાદ ધો.1 થી 5 ની શાળાઓ શરૂ થાય તેવી શક્યતા

જીપના ચાલકે ગફલત ભરી રીતે જીપ હંકારીને તેને ઝૂપડપટ્ટી વિસ્તારના એક રહેણાંક મકાનમાં ઘુસાવી હતી. કારની ઝડપ એટલી હતી કે ત્યાં ઝુપડા બહાર બેઠેલા 60 વર્ષના એક વૃદ્ધ અને ઘરની બહાર બાથરૂમમાં કપડાં ધોઈ રહેલી 21 વર્ષની યુવતીને હડફેટે લઈ ફંગોળ્યાં હતાં. ગાડીએ અડફેટે લેતાં બંનેને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયાં હતાં, જ્યાં સારવાર દરમિયાન બંનેનાં મોત થયાં હતાં.

આ પણ વાંચો :રાજ્યના યુવા વર્ગો માટે મહત્વનો નિર્ણય,સરકારી નોકરીઓમાં ભરતી માટેની વય મર્યાદામાં એક વર્ષની છુટછાટ

આ ઘટનામાં ઝુપડપટ્ટીમાં રહેતા બે લોકોની ગંભીર ઈજા પહોંચી હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંને મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં 20 વર્ષની યુવતી સહિસ્તા દાદામિયાં સૈયદ અને 60 વર્ષના વૃદ્ધ દિલાવર ભાઈ રશીલ બલોચનો સમાવેશ થાય છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરું કરી છે.

આ પણ વાંચો : પોરબંદર નિરમા ફેકટરીમાં ફરી સર્જાયો અકસ્માત, એકનું મોત, ચાર ઘાયલ