IPL 2021/ અશ્વિન T20 ફોર્મેટમાં શ્રેષ્ઠ બોલર નથી, જાણો કોણે આપ્યું આવુ ચોંકાવનારું નિવેદન

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે દિગ્ગજ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન વિશે એક મોટું નિવેદન આપ્યું છે. તેમના મતે, અશ્વિન T20 ફોર્મેટમાં શ્રેષ્ઠ બોલર નથી.

Sports
અશ્વિન

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે દિગ્ગજ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન વિશે એક મોટું નિવેદન આપ્યું છે. તેમના મતે, અશ્વિન T20 ફોર્મેટમાં શ્રેષ્ઠ બોલર નથી. માંજરેકરે કહ્યું કે, તેઓ ક્યારેય પણ પોતાની ટીમમાં આર અશ્વિન જેવા બોલરને રાખવા માંગશે નહી. એટલું જ નહીં, તેમણે કહ્યું કે, તે પોતાની ટીમમાં વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણ જેવા બોલરોને રાખવા માંગે છે, જે ટીમને વિકેટ આપે છે.

અશ્વિન

આ પણ વાંચો – Cricket / T20 વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયાનાં આ બેટ્સમેને ફટકારી ધમાકેદાર બેવડી સદી

IPL 2021 ની બીજી ક્વોલિફાયર મેચ બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. અશ્વિને KKR ની બેટિંગ દરમિયાન અંતિમ ઓવર ફેંકી હતી અને તેણે 7 રનનો બચાવ કરવાનો હતો. જોકે, તેણે આ ઓવરમાં 2 વિકેટ પણ લીધી હતી, પરંતુ રાહુલ ત્રિપાઠીએ KKR ને વિજય અપાવવા અને ફાઇનલમાં પહોંચવા માટે અંતિમ બોલ પર સિક્સર ફટકારી હતી. મેચ બાદ, સંજય માંજરેકરે ઇએસપીએન ક્રિકઇન્ફો સાથે વાત કરતા કહ્યું, “અમે અશ્વિન વિશે ઘણી વાતો કરીએ છીએ. T20 બોલર તરીકે અશ્વિન કોઈપણ ટીમ માટે યોગ્ય નથી. જો તમે અશ્વિનને બદલવા માંગતા હોવ, તો મને નથી લાગતું કે આવું થશે કારણ કે તે છેલ્લા પાંચ-સાત વર્ષથી આ જ કરી રહ્યો છે. તેમણે આગળ કહ્યું, “ટેસ્ટ મેચમાં તેના પર નિર્ભર રહેવું યોગ્ય છે કારણ કે અશ્વિન એક મહાન ટેસ્ટ બોલર છે, પરંતુ IPL અને T20 ક્રિકેટમાં તે એટલો સારો નથી. જો મને ટર્નિંગ પિચ મળે તો હું અશ્વિનને ક્યારેય મારી ટીમમાં સમાવીશ નહીં. હું વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ અથવા ચહલ જેવા બોલરોને વધારે મહત્વ આપીશ. તેનું કારણ એ છે કે અશ્વિન T20I માં વિકેટ લેવાનો વિકલ્પ નથી અને મને નથી લાગતું કે કોઈ ફ્રેન્ચાઈઝી તેને માત્ર રન રેટ ઘટાડવા માટે પોતાની ટીમમાં રાખશે.

અશ્વિન

આ પણ વાંચો – IPL 2021 / રોમાંચક મેચમાં અંતિમ ક્ષણે મળેલી હાર પર DC નો આ ખેલાડી મેદાન પર જ રડી પડ્યો

IPL 2021 ની બીજી ક્વોલિફાયર મેચની વાત કરીએ તો કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને 3 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા હતા, ત્યારબાદ કોલકતા નાઇટ રાઇડર્સે અંતિમ ઓવરમાં 136 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.