Cricket/ કસ્ટમ વિભાગ દ્વારા ઘડિયાળ જપ્ત કરવા મામલે હાર્દિક પંડ્યાએ કહ્યુ- મે પોતે તેમને આપી હતી

T20 વર્લ્ડકપ બાદ ભારત પરત ફરી રહેલા હાર્દિક પંડ્યાને કસ્ટમ વિભાગે એરપોર્ટ પર અટકાવ્યો હતો. આ અંગે હાર્દિક પંડ્યાએ આજે ​​ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે.

Sports
હાર્દિક પંડ્યા ઘડિયાળ

T20 વર્લ્ડકપ બાદ ભારત પરત ફરી રહેલા હાર્દિક પંડ્યાને કસ્ટમ વિભાગે એરપોર્ટ પર અટકાવ્યો હતો. આ અંગે હાર્દિક પંડ્યાએ આજે ​​ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. જણાવી દઇએ કે, કસ્ટમ વિભાગે એરપોર્ટ પર સ્ટાર ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ઘડિયાળ જપ્ત કરી હતી, જેની પાછળનું કારણ જણાવવામાં આવી રહ્યું હતું કે હાર્દિક પાસે મોંઘી ઘડિયાળોનું બિલ નથી. પરંતુ હાર્દિકે તેની પાસે બિલ ન હોવાની વાતને નકારી કાઢી છે. તેણે કહ્યું કે મેં મારા વતી કસ્ટમ વિભાગને બિલ બતાવ્યું છે.

આ પણ વાંચો –  Cricket / હાર્દિક પંડ્યાની એક ભૂલ અને એરપોર્ટ પર કસ્ટમ વિભાગે જપ્ત કરી તેની કરોડોની ઘડિયાળ

આ ઘટના ત્યારે બની હતી છે જ્યારે ટીમનાં ખેલાડીઓ T20 વર્લ્ડકપમાં ભાગ લઈને UAEથી સ્વદેશ પરત ફરી રહ્યા હતા. કસ્ટમ વિભાગે હાર્દિક પંડ્યાને રોક્યો હતો અને તેની ઘડિયાળનું બિલ બતાવવા કહ્યું હતું. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે હાર્દિક પાસે તે ઘડિયાળોનું બિલ નથી અને તેણે તેને પોતાના સામાનમાં પણ જાહેર કર્યું નથી. સોમવારે આ સમાચાર મીડિયામાં આવ્યા બાદ હાર્દિકે મંગળવારે સવારે ટ્વિટર દ્વારા પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. તેણે લખ્યું, ‘જ્યારે હું 15 નવેમ્બરના રોજ વહેલી સવારે દુબઈથી પાછો આવ્યો, ત્યારે મારો સામાન ઉઠાવ્યા પછી, હું વ્યક્તિગત રીતે કસ્ટમ કાઉન્ટર પર ગયો, ત્યાંથી હું જે વસ્તુઓ લઈને આવ્યો હતો તે જાહેર કરવા અને મેં જરૂરી હતી તે કસ્ટમ્સ ડ્યુટી ચૂકવી દીધી. સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. તેણે આગળ લખ્યું, ‘મેં મારી સાથે લાવેલા તમામ સામાન જાહેર કર્યા છે, જે મેં કાયદેસર દુબઈથી ખરીદ્યા હતા અને તે સામાન પર જે પણ ડ્યુટી લાગશે તે ચૂકવવા માટે સંમત છું. તમને જણાવી દઈએ કે, કસ્ટમ વિભાગે મારી પાસેથી સામાન ખરીદવા માટે દસ્તાવેજો માંગ્યા હતા અને તે સબમિટ કરવામાં આવ્યા હતા. કસ્ટમ વિભાગ આ સામાનની ડ્યુટીનું મૂલ્યાંકન કર્યુ છે અને મેં પહેલેથી જ કહ્યું છે કે જે પણ ડ્યુટી હશે તે હું ચૂકવીશ. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘડિયાળની કિંમત 5 કરોડ નહીં પરંતુ 1.5 કરોડ રૂપિયાની આસપાસ છે.

આ પણ વાંચો – T20 World Cup / ICC એ ‘Team of the Tournament’ ની કરી જાહેરાત, એક પણ ભારતીય ખેલાડી નથી મેળવી શક્યા સ્થાન

કેએલ રાહુલે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયામાંથી બહાર રાખવા પર કહ્યું કે તે ખૂબ જ સ્માર્ટ ખેલાડી છે અને તે વાપસી કરવાનો રસ્તો જાણે છે. તેણે કહ્યું, “સાચું કહું તો મને ખબર નથી કે શું થયું. તે જાણે છે કે શું કરવું અને તેની પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે છે. તે આ સમજવા માટે પૂરતો સ્માર્ટ છે. તે એક સ્માર્ટ ખેલાડી છે અને કેવી રીતે વાપસી કરવી તે જાણે છે.”