રોડ અકસ્માત/ રાજ્યમાં જુદી-જુદી અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત, પાંચથી વધુ લોકો ઘાયલ

મંગળવારની સવાર રાજ્યમાં દુખદ અકસ્માતની ઘટનાઓ સાથે થઈ છે. મંગળવારની સવારે અમરેલી, ભાવનગર અને બનાસકાંઠામાં અકસ્માતની ઘટનાઓ બની છે. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે.

Gujarat Others
અકસ્માતની ઘટના

ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટના નો સિલસિલો યથવાત જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. અકસ્માતમાં અસંખ્ય લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે મંગળવારની સવાર રાજ્યમાં દુખદ અકસ્માતની ઘટનાઓ સાથે થઈ છે. મંગળવારની સવારે અમરેલી, ભાવનગર અને બનાસકાંઠામાં અકસ્માતની ઘટનાઓ બની છે. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે.

આ પણ વાંચો :અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ આવવાની શરૂઆત

અમરેલી અકસ્માત

અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. ધારી-અમરેલી હાઈવે પર ઝર ગામના પાટીયા પાસે આ અકસ્માત સર્જાયો હતો. લગ્નપ્રસંગમાં જઈ રહેલી આ અકસ્માતનો ભોગ બની હતી. જેમાં બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. તો ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.

a 259 રાજ્યમાં જુદી-જુદી અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત, પાંચથી વધુ લોકો ઘાયલ

આ પણ વાંચો :અમદાવાદમાં IT નું મેગા ઓપરેશન, કુલ 14 સ્થળોએ દરોડા- સર્વેની કામગીરી કરાઈ

ભાવનગર અકસ્માત

ભાવનગરના પાલીતાણા-સોનગઢ માર્ગ પર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં  માનવ આશ્રમ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.  અકસ્માત સર્જાતા કાર રોડ પરથી નીચે ખાબકી જેમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે અન્ય પાંચ લોકોને ઇજા પહોંચી હતી. મોખડકામાં લગ્ન પ્રસંગે હાજરી આપવા આ પરિવાર જઇ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. આ ઘટનનાની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

a 260 રાજ્યમાં જુદી-જુદી અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત, પાંચથી વધુ લોકો ઘાયલ

આ પણ વાંચો :અમેરિકામાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં થયો ડોલરનો વરસાદ, આ સોંગ પર લોકો મન મુકીને વરસ્યા

બનાસકાંઠા અકસ્માત

બનાસકાંઠા થરાદ- સાચોર હાઇવે પર પણ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. બાઈક અને ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને લઇને ઘટના સ્થળે લોકો ઉમટ્યા હતા. જે બાદ આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો :ગુજરાતમાં ભર શિયાળામાં વરસાદની આગાહી, સ્વેટરની સીઝનમાં રેઈનકોટ કાઢી રાખજો

આ પણ વાંચો :નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે CMનું નિવેદન : લોકોને જે ખાવું હોય તે ખાઈ શકે છે

આ પણ વાંચો :સગીર દિકરી પાસે સ્માર્ટફોન છે, તો ચેતી જજો