Not Set/ ગાંધીનગર: દીપડો ઘુસતા સચિવાલયનું કામ થયું ઠપ, હજી નથી આવ્યો હાથ

ગાંધીનગર, ગાંધીનગરના સચિવાલયમાં દીપડો ઘુસ્યાની આશંકા સેવવામાં આવી છે. મોડી રાત્રે સચિવાલય સંકુલમાં દીપડો ઘુસ્યો હતો.  પોલીસ અને વનવિભાગની ટીમ પહોંચી હતી. સચિવાલયના ગેટ નંબર સાતથી પ્રવેશબંધી રખાઇ છે. દીપડો ઘુસ્યાના સમાચારથી દોડધામ મચી છે. મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે ગાંધીનગરમાં નવા બનેલા સચિવાયલમાં દીપડો ધુસી ગયાની પહેલા આશંકા હતી પરંતુ હવે તે નક્કી થઇ ગયુ  […]

Top Stories Gujarat Trending Videos
mantavya 38 ગાંધીનગર: દીપડો ઘુસતા સચિવાલયનું કામ થયું ઠપ, હજી નથી આવ્યો હાથ

ગાંધીનગર,

ગાંધીનગરના સચિવાલયમાં દીપડો ઘુસ્યાની આશંકા સેવવામાં આવી છે. મોડી રાત્રે સચિવાલય સંકુલમાં દીપડો ઘુસ્યો હતો.  પોલીસ અને વનવિભાગની ટીમ પહોંચી હતી. સચિવાલયના ગેટ નંબર સાતથી પ્રવેશબંધી રખાઇ છે. દીપડો ઘુસ્યાના સમાચારથી દોડધામ મચી છે.

મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે ગાંધીનગરમાં નવા બનેલા સચિવાયલમાં દીપડો ધુસી ગયાની પહેલા આશંકા હતી પરંતુ હવે તે નક્કી થઇ ગયુ  છે કે સચિવાલયમાં દીપડો ઘુસ્યો છે.

વનવિભાગની ટીમ ત્યાં આવીને તપાસ હાથ ધરી છે. જેમાં હાલ તેમની એક ટીમે સીસીટીવી ફૂટેજમાં તથ્યો શોધી રહ્યાં છે આ સીસીટીવીમાં જોવા મળ્યું હતું કે દીપડો આજે વહેલી સવારે તોતિંગ દરવાજાની નીચેથી સચિવાલયમાં પ્રવેશ કરે છે અને પછી તે જમણી બાજુ વળી જાય છે.

હાલ સાવચેતીના પગલે સચિવાલયમાં કોઇ જ લોકોને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. ઓફિસનો સમય થવાથી કર્મચારીઓ મોટી સંખ્યામાં આવી ગયા છે અને સંકુલની બહાર ઉભા રહ્યાં છે.