હેવાનિયતે હદ વટાવી/ લીવ ઈનમાં રહેતા પ્રેમીનું પ્રેમિકા સાથે અધમ કૃત્ય

ગ્રેટર નોઈડાની એક સોસાયટીમાં લીવ ઈનમાં રહેતા પ્રેમીએ પોતાની પ્રેમિકાને મારઝુડ કરી હતી. એટલું જ નહી તેના પ્રાઈવેટ પાર્ટમાં…..

India
પ્રેમિકા

@નિકુંજ પટેલ

ગ્રેટર નોઈડાની એક સોસાયટીમાં લીવ ઈનમાં રહેતા પ્રેમીએ પોતાની પ્રેમિકાને મારઝુડ કરી હતી. એટલું જ નહી તેના પ્રાઈવેટ પાર્ટમાં મરચાનો પાવડર નાંખ્યો હોવાનો નાંખવાનો આરોપ છે. યુવતીનો આરોપ છે કે પ્રેમીની જીંદગીમાં બીજી યુવતી આવ્યા બાદ તેણે હેવાનીયતની હદ પાર કરી દીધી હતી.

ગ્રેટર નોઈડામાં લીવ ઈનમાં રહેતા પાર્ટનર દ્વારા પ્રેમિકા સાથે અધમ કૃત્ય આચરવામાં આવ્યું હતું. પ્રેમિકાને મારઝુડ કરી તેના પ્રાઈવેટ પાર્ટમાં મરચાનો પાવડર નાંખ્યો હોવાનો આરોપ યુવતીએ મુક્યો છે. આ અંગે યુવતીએ બિસરખ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેને આધારે પોલીસ તપાસ કરી રહી છે. સોશિયલ મિડીયા પર વાયરલ વિડીયોમાં યુવતીએ જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષથી તે એક યુવક સાથે લીવ ઈનમાં રહેતી હતી. થોડા સમય પહેલા પ્રેમીની જીંદગીમાં કોઈ અન્ય યુવતી પ્રવેશી હતી. ત્યારબાદ પ્રેમી તેને મારઝુડ કરવા લાગ્યો હતો. તેણે વિરોધ કરતા પ્રેમીએ તેના પ્રાઈવેટ પાર્ટમાં મરચાનો પાવડર નાંખી દીધો હતો.

યુવતીનો આરોપ છે કે ફરિયાદ કર્યા બાદ આરોપીએ તેના પિતા પોલીસમાં હોવાની ધમકી આપી છે. પિડીતાએ પોલીસ ફરિયાદ કરીને મદદ માંગી છે. આ સંદર્ભે બિસરખ પોલીસ સ્ટેશનના અધિકારીનું કહેવું છે કે તેમણે આરોપીને પોલીસ સ્ટેશન બોલાવ્યો છે. અને યુવક તતા યુવતીનું કાઉન્સીલીંગ કરવામાં આવી રહ્યું છે. બન્ને એકબીજાની મરજીથી સાથે રહેતા હતા. જો બન્ને એકસાથે રહેવા રાજી ન હોય તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: