મોરબી/ હળવદના ડુંગરપુર ગામના પ્રેમી યુગલે સજોડે કર્યો આપઘાત

તપાસનો ધમધમાટ શરૂ કરી યુવક યુવતીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat Others
Untitled 4 હળવદના ડુંગરપુર ગામના પ્રેમી યુગલે સજોડે કર્યો આપઘાત

 રાજયમાં  દિવસેને  દિવસે  અકસ્માત, લૂંટ, આત્મહત્યા ના કેસો વધતાં  જોવા મળી રહયા છે . ત્યારે  એવો જ  એક કિસ્સો સજોડે આપઘાતનો આવ્યો છે . જેમાં કે હળવદ તાલુકાના ડુંગરપુર ગામના પરિણિત યુવક અને અપરિણિત યુવતીએ વાડીએ સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા બંનેના પરિવારમાં અરેરાટી સાથે શોક છવાઇ ગયો છે. બંને વચ્ચે એકાદ વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું અને યુવક પરિણિત હોવાથી બંનેના લગ્ન શક્ય ન બનતા સજોડે આપઘાત કર્યાંનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

હળવદ તાલુકાના ડુંગરપુર ગામે આજે એક સીમની ઓરડીમાં યુવક-યુવતીના ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા છે. પોલીસમાંથી મળતી વિગતો અનુસાર મૃતક યુવકનું નામ રઘુભાઈ રાણાભાઈ ઠાકોર છે અને કાજલબેન જીવણભાઇ ઠાકોર વાંકાનેર તાલુકાના ઓળ ગામના છે.બન્નેના મૃતદેહ મૃતક યુવકના ભાઈની સિમની ઓરડીમાંથી મળ્યા છે.

આ પણ  વાંચો ;ઉડતા ગુજરાત / સુરત SOG પોલીસે 40 કિલો ગાંજા સાથે 4 આરોપીઓની કરી ધરપકડ

હાલ પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે યુવક પરિણીત હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જ્યારે યુવતી અપરણિત છે. ઘટના પરથી બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. નાના એવા ડુંગરપુર ગામમાં આજે યુવક- યુવતીના સજોડે આપઘાતના બનાવથી સોપો પડી ગયો છે.

ઉલ્લેખનીય છે કે હજુ એક અઠવાડિયા પૂર્વે જ હળવદ રેલવે સ્ટેશન નજીક પ્રેમી યુગલે કોઈ કારણોસર ધસમસતી આવતી ગુડ્સ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો હતો. તેમાં યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે ગંભીર રીતે ઘાયલ યુવતીએ થોડા સમય બાદ દમ તોડ્યો હતો. એક અઠવાડિયા બાદ આ બીજી સજોડે આપઘાતની ઘટના બની છે.

હળવદ તાલુકાના ડુંગરપર ગામે પ્રેમી પંખીડાએ સજોડે આત્મહત્યા કરી ચકચાર મચી જવા પામી છે. યુવક અને યુવતીએ રૂમ બંધ કરી ગળેફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો છે. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે. છેલ્લા આઠ દિવસમાં હળવદ પંથકમાં પ્રેમી પંખીડાની સજોડે આત્મહત્યાની બીજી ઘટના પ્રકાશમાં આવી છે.

આ પણ વાંચો ;ઓમિક્રોનનો ખતરો / ભારતમાં પણ ઓમિક્રોન વાયરસની એન્ટ્રી, કર્ણાટકમાં મળી આવ્યા બે કેસ