અમદાવાદ/ થલતેજમાં નિર્માણધીન મેટ્રો બ્રિજનો લોખંડ પિલર નમી જતા મોટી દુર્ઘટના ટળી,ફાયર વિભાગ ઘટનાસ્થળે

નિર્માણધીન મેટ્રો બ્રિજનો લોંખડનો પિલર નમી પડ્યો હતો જેના લીધે ભારે અફરાતફરી જોવા મળી હતી.

Top Stories Gujarat
5 37 થલતેજમાં નિર્માણધીન મેટ્રો બ્રિજનો લોખંડ પિલર નમી જતા મોટી દુર્ઘટના ટળી,ફાયર વિભાગ ઘટનાસ્થળે
  • અમદાવાદના થલતેજમાં મોટી દુર્ઘટના ટળી
  • મેટ્રો રેલ પ્રોજેકટના કામમાં બેદરકારી સામે આવી
  • નિર્માણાધીન મેટ્રો બ્રિજનો લોખંડનો પિલર નમી પડ્યો
  • ચાલુ વરસાદે લોખંડનો પિલર નમી જતા અફરાતફરી
  • ફાયર વિભાગ અને મેટ્રો ટીમ ઘટના સ્થળે પહોંચી

અમદાવાદમાં મેટ્રોનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે, અનેક વિસ્તારમાં મેટ્રોનું કામ પરિપૂર્ણ કરી દેવામાં આવ્યું છે, અનેક વિસ્તારમાં હજુપણ કામગીરી ચાલી રહી છે, સંપૂર્ણ મેટ્રો રેલ કાર્યરત થઇ નથી,એવામાં થલતેજ મેટ્રો ફ્રેજ પરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મેટ્રો રેલ પ્રોજેકટમાં ભારે બેદરકારી સામે આવી છે. નિર્માણધીન મેટ્રો બ્રિજનો લોંખડનો પિલર નમી પડ્યો હતો જેના લીધે ભારે અફરાતફરી જોવા મળી હતી. ચાલુ વરસાદે લોંખડનો પિલર નમી જતાના સમાચાર મળતા જ ફાયર વિભાગ અને મેટ્રો ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી, અને ઘટનાનું હાલ મૂલ્યાંકન કરી રહી છે, અને અસરકારક પગલાં ઉઠાવી રહી છે.