રાજકોટ/ રૂપિયા 70 હજારના મેફેડ્રોન સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી

ડ્રગ્સ કયાંથી લાવ્યો અને કોને આપવાનું હતું તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

Gujarat Rajkot
Untitled 282 રૂપિયા 70 હજારના મેફેડ્રોન સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી

રાજકોટ આમતો રાનિલુ શહેર તરીકે જાણીતું છે , સૌરાષ્ટ્ર ની શાન રાજકોટ ને ગણવામાં આવે છે ત્યારે હવે આ શહેર માં પણ દિવસે દિવસે લૂંટ, આત્મહત્યા , ભ્રસ્ટાચાર ના કેસો વધતા જોવા મળી રહ્યા છે . ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં શહેરના રેલનગર પાસે આવેલા છત્રપતિ ટાઉનસીપ પાસેથી રૂા.70 હજારની કિંમતના 7 ગ્રામ મેફેડ્રોન સાથે મુળ કચ્છના શખ્સને એસઓજી સ્ટાફે ઝડપી લીધો છે. મેફેડ્રોન ડ્રગ્સ કયાંથી લાવ્યો અને કોને આપવાનું હતું તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

આ પણ વાંચો ;જમ્મુ-કાશ્મીર / કુલગામમાં સુરક્ષાદળોએ એક આતંકીને માર્યો ઠાર, સમગ્ર વિસ્તારમાં ચલી રહ્યું છે સર્ચ ઓપરેશન

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત મુજબ મુળ કચ્છના માંડવી તાલુકાના ગુંદીયારી ગામના વતની અને રેલનગર પાસે છત્રપતિ ટાઉનશીપમાં રહેતા મુસ્તાક અબ્દુલ ઘીસોરા નામના શખ્સ પાસે ડ્રગ્સ હોવાની બાતમીના આધારે એસઓજી પી.આઇ. આર.વાય.રાવલ, પીએસ.આઇ. ટી.બી. પંડયા, હેડ કોન્સ્ટેબલ મોહિતસિંહ જાડેજા, હિતેશભાઇ પરમાર, રણછોડભાઇ આલ અને કૃષ્ણદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે રૂા.70 હજારની કિંમતના 7 ગ્રામ મેફેડ્રોન સાથે ધરપકડ કરી છે.

આ પણ વાંચો ;સ્વચ્છતા સર્વેક્ષણ 2021 / સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત બીજા નંબરે, ઇન્દોર સતત પાંચમાં વર્ષે પ્રથમ ક્રમાંક પર

મુસ્તાક ઘીસોરાનો કોરોના રિપોર્ટ કરાયા બાદ તે ડ્રગ્સ કયાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરવામાં આવી છે. પ્ર.નગર પી.એસ. આઇ. બોરીસાગરે વધુ તપાસ કરી રહ્યા છે. પોલીસે એફએસએલ અધિકારીને બોલાવી તપાસ કરાવતા મુસ્તાક પાસેથી મળેલો પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું ખુલ્યું હતું. પોલસે મુસ્તાક પાસેથી રૂ.70 હજારનું 7 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરી મુસ્તાકને સકંજામાં લીધો હતો.