Ahmedabad Realty/ જંત્રીના નવા દરો પછી અમદાવાદમાં રિયલ્ટીમાં બિઝનેસનું વિકસ્યું નવું મોડેલ

શહેરમાં જંત્રીના નવા દરોના અમલ પછી રિયલ્ટી સેક્ટરમાં બિઝનેસનું નવું મોડેલ વિકસ્યુ છે. બિલ્ડરો જે પહેલા જમીન માલિકો પાસેથી જમીનો ખરીદતા હતા, હવે તેઓએ જંત્રીના નવા દરોના અમલ પછી જમીન માલિકોને સીધા ભાગીદાર તરીકે જ લેવાનું શરૂ કર્યુ છે.

Ahmedabad Gujarat
Realty જંત્રીના નવા દરો પછી અમદાવાદમાં રિયલ્ટીમાં બિઝનેસનું વિકસ્યું નવું મોડેલ

અમદાવાદઃ શહેરમાં જંત્રીના નવા દરોના અમલ પછી રિયલ્ટી સેક્ટરમાં બિઝનેસનું નવું મોડેલ વિકસ્યુ છે. બિલ્ડરો જે પહેલા જમીન માલિકો પાસેથી જમીનો ખરીદતા હતા, હવે તેઓએ જંત્રીના નવા દરોના અમલ પછી જમીન માલિકોને સીધા ભાગીદાર તરીકે જ લેવાનું શરૂ કર્યુ છે. આ એક નવું જ વિકસેલું રિયલ્ટી બિઝનેસ મોડેલ છે.

જંત્રી દરોના અમલ પછી જમીનમાલિકો સાથે ભાગીદારીમાં બાંધકામ હાથ ધરવાને લીધે ડેવલપર્સને ઘણી બધી રાહત મળે છે, એમાંય ઊંચા જંત્રી દરો અને પરિણામે મોંઘા પ્રીમિયમ એફએસઆઈ શુલ્કને જોઈએ તો ખાસ કરીને ડેવલપર્સ પરનો નાણાકીય બોજ હળવો થાય છે.

ક્રેડાઈ અમદાવાદના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘સંયુક્ત વિકાસ પ્રોજેક્ટ ડેવલપર્સને જમીનમાં નોંધપાત્ર મૂડી રોકાણ કરવાનું ટાળવા માટે સક્ષમ બનાવે છે, જ્યારે જમીનના માલિકોને જમીનના સરળ વેચાણની સરખામણીમાં વધુ વળતરનો લાભ મળે છે. જમીનના ભાવમાં છેલ્લા એક દાયકામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે ફિનિશ્ડ પ્રોપર્ટીના ભાવમાં પ્રમાણસર વધારો થયો નથી. નવા જંત્રી દરો પ્રીમિયમ એફએસઆઈ ચાર્જિસને બમણા કરવા સાથે, ડેવલપર્સને જમીન સંપાદન અને એફએસઆઈ ચૂકવણીના સંદર્ભમાં નોંધપાત્ર બોજનો સામનો કરવો પડે છે.’

શિવાલિક ગ્રૂપનો  પ્રોજેક્ટ
સૂત્રોના જણાવ્યા મુજબ શિવાલિક ગ્રુપે પણ વૈષ્ણોદેવી સર્કલ ખાતે સંયુક્ત વિકાસ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. પ્લોટ આશરે 13500 ચોરસ યાર્ડનો છે, જેમાં 30 માળના કોમર્શિયલ પ્રોજેક્ટને વિકસાવશે. એમાં આશરે 10 લાખ ચોરસ ફૂટ બિલ્ટઅપ જગ્યાનો સમાવેશ થાય છે.

શીલજમાં બકેરી ગ્રુપનો પ્રોજેક્ટ
બકેરી ગ્રુપે  પ્રથમ વખત શીલજમાં આશરે 5 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા રહેણાંક પ્રોજેક્ટની યોજનાની જાહેરાત કરીને જમીન માલિક ગ્રૂપ સાથે જોઇન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધર્યો કર્યો છે. બકેરીના મેનેજિંગ ડિરેક્ટર પાવન બકેરીએ કહ્યું, ‘જોઈન્ટ ડેવલપમેન્ટ મુખ્યત્વે જ્યારે પ્લોટ બને ત્યારે એક ઉત્તમ સ્થાન ધરાવે છે અને તે નાણાકીય જોખમોને પણ ઘટાડે છે.’

 

આ પણ વાંચોઃ MP-Accident/ભાજપના સાંસદ ગીતાબેન રાઠવાની કારને અકસ્માત, નીલગાય અથડાઈ

આ પણ વાંચોઃ  હવામાન વિભાગ/ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસાદ, ઠંડરસ્ટોમ એક્ટિવિટીની પણ આગાહી

આ પણ વાંચોઃ સુરત/સ્મિમેર હોસ્પિ.માંથી 4 વર્ષિય બાળકનું અપહરણ, CCTV માં ઘટના કેદ

આ પણ વાંચોઃ ગુજરાતીની હત્યા/વિદેશમાં રહેતા વધુ એક ગુજરાતી યુવકની હત્યા, અમદાવાદના હિરેન ગજેરાના અપહરણ બાદ હત્યા

આ પણ વાંચોઃ Sabarmati Riverfront Phase-2/સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2માં નદીને સમાંતર 5.8 કિ.મી.નો રોડ બનશે