Election/ ગોધરામાં પોતે શિક્ષિત હોવાની ડિગ્રી સાથે પ્રચાર પ્રસારનો નવો ટ્રેન્ડ

રાજયભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં ભણકારા વાગી ચૂકયા છે, ત્યારે ગોધરા નગર પાલિકાની પણ ચૂંટણી આવતા આ વખતે ગોધરાની પ્રજા ખુબ જ આક્રમક અને ગુસ્સાનાં મૂડમાં દેખાય છે….

Gujarat Others
police attack 17 ગોધરામાં પોતે શિક્ષિત હોવાની ડિગ્રી સાથે પ્રચાર પ્રસારનો નવો ટ્રેન્ડ

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – ગોધરા

રાજયભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં ભણકારા વાગી ચૂકયા છે, ત્યારે ગોધરા નગર પાલિકાની પણ ચૂંટણી આવતા આ વખતે ગોધરાની પ્રજા ખુબ જ આક્રમક અને ગુસ્સાનાં મૂડમાં દેખાય છે અને તેનુ કારણ છે કે ગોધરામાં જોઈએ તેવો વિકાસ થયો નથી અને લોકોનાં કહેવા મુજબ વિકાસથી વધારે ગોધરા નગર પાલિકામાં ભ્રષ્ટાચાર થયો છે.

ત્યારે વધુમાં સૌથી વધારે દયનીય હાલત ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારની છે આ પશ્ચિમ વિસ્તારમાં મોટા ભાગના વિસ્તારો વિકાસથી વંચિત અને સમસ્યાઓથી પ્રભાવિત છે અને વિસ્તારોની ખસ્તા હાલતને બદલવા પ્રજામાં શિક્ષિત અને પ્રમાણિક ધંધાદારી ઉમેદવારોની માંગ ઉઠી છે ત્યારે ઉમેદવારો પણ હવે પોતાના પ્રચાર પ્રસારમાં પોતાના શિક્ષણ અંગેની ડીગ્રી લખીને મતદારોને આકર્ષક કરી રહ્યા છે અને મતદારો પણ આ વખતે તમે શિક્ષિત છો ??? કેટલુ ભણેલા છો ?? આવા સવાલ ઉમેદવારોને પુછી રહ્યા છે હવે મુસ્લિમ વિસ્તારમાં મોટા ભાગના શિક્ષિત ઉમેદવારો હોટ ફેવરિટ મનાય રહ્યા છે કારણકે આ વખતે સ્થાનિક પ્રજા અશિક્ષિતોને મોકલી પોતાના પાંચ વર્ષ બગાડવા નથી માગંતા તેવુ દેખાય રહ્યુ છે.

શાળાઓ ખૂલશે / શિક્ષણમંત્રીએ કરી મોટી જાહેરાત, હવે 1 ફેબ્રુ.થી ધો. 9 અને 11નું શિક્ષણકાર્ય થશે શરુ

announced / 100 રૂપિયાની શાકાહારી થાળી અને 700 રૂપિયામાં નોનવેજ બફેટ લંચ, સંસદની કેન્ટિનના મેનુના દર જાહેર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો