સુરત/ નવરાત્રીના ગરબા જોઇને આવી રહેલા આશાસ્પદ યુવકનું અકસ્માતમાં મોત, પરિવારમાં ફેલાયો ગમગીનીનો માહોલ

ડાયમંડ સીટી એવા સુરતમાં મિત્રો સાથે નવરાત્રિના ગરબા જોઈ પરત ફરી રહેલા પાંડેસરાના એક યુવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું છે…

Gujarat Surat
મોત

ગુજરાતી ભાષામાં કહેવત છે કે, “ઝડપની મજા મોતની સજા”, જે સુરતના એક યુવક સાથે સાચી સાબિત થઇ રહી છે. હકીકતમાં, ડાયમંડ સીટી એવા સુરતમાં મિત્રો સાથે નવરાત્રિના ગરબા જોઈ પરત ફરી રહેલા પાંડેસરાના એક યુવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું છે.

આ પણ વાંચો :યાર્ડમાં આજે નવો કપાસની સૌથી વધુ 17000 મણની આવક થઇ

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઉમંર ૨૨ વર્ષ હતી અને તેનું નામ માનીશ હતું. તે પાંડેસરા નાગસેન નગરનો રહેવાસી હતો. તે મોડલિંગનો શોખીન હતો.જો કે હાલમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે, ત્યારે તે પોતાના મિત્રો સાથે ગરબા જોવા ગયો હતો. આ દરમિયાન અડાજણથી મગદલ્લા બ્રીજ થઈ પાંડેસરા જઇ રહ્યો હતો, ત્યારે લગભગ બે બાઇક અને એક મોપેડ પર સવાર વિક્કી અને મિત્રો વચ્ચે રેસ લાગતા મિત્રો આગળ નીકળી ગયા હતા પરંતુ આ દરમિયાન રાત્રે ઘરે આવતા તેનું ONGC કંપનીના ગેટ સામે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું હતું, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ સાથે જ ઈજાગ્રસ્ત યુવકને તત્કાલિક 108ની મદદથી સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો.

આ પણ વાંચો :દારૂના નશામાં એક યુવક રેલ્વેના ટ્રેક પર સુઈ ગયો, પછી જે થયું..

બીજી બાજુ આ ઘટના બાદ પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે અને સાથે સાથે પરિવારે આર્થિક સહારો પણ ગુમાવ્યો છે. આ ઘટનાને લઈ પોલીસે જણાવ્યું હતું કે, મોપેડ રોડ પરના ડિવાઇડરમાં ભટકાયા બાદ અકસ્માત સર્જાયો હોય એવી આશંકા છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક વિક્કીના મિત્રોએ જણાવ્યું હતું કે, 5 વર્ષ પહેલાં સુરતમાં આવેલા વિક્કી વેસુમાં એક હેર સેલૂનમાં કામ કરતો હતો. મોડલિંગનો શોખ ધરાવતો હતો.

આ પણ વાંચો : રાજકોટમાં ઘરકંકાસથી કંટાળી માતાએ સંતાનો સાથે કર્યો આપઘાત

આ પણ વાંચો :સંબંધીની અંતિમક્રિયામાંથી ઘરે જઈ રહેલ પરિવારને નડ્યો અકસ્માત, ત્રણના મોત