Gujarat surat/ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં નહેરમાં ગાબડું પડતા રોડ પર પાણીની નદી વહી

નહેર સુરતની મધ્યમથી પસાર થાય છે.ઘણા સમયથી બનાવવામાં આવેલી આ નહેર માં કોઈ પ્રકાર નું મેઇન્ટેનન્સ નહીં કરાતા નહેરની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે.

Gujarat Surat
YouTube Thumbnail 95 સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં નહેરમાં ગાબડું પડતા રોડ પર પાણીની નદી વહી

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતની મધ્યમથી પસાર થતી ખેતી સિંચાઈ માટેની નહેર મેન્ટનન્સ ના અભાવે પર્વત પાટિયા મેઇન રોડ ખાતે લીકેજ થઈ હતી.જેના કારણે સુરત કડોદરા મુખ્ય માર્ગ પર નદી જેવો ઘાટ સર્જાયો હતો.વખતો વખત આ પ્રકાર ની ઘટના બનતા સ્થાનિકો માં રોષ જોવા મળ્યો હતો.

ખેડૂતો માટે ખેતી કામને લઈ સિંચાઈ માટે નહેર બનાવવામાં આવી છે.આ નહેર સુરતની મધ્યમથી પસાર થાય છે.ઘણા સમયથી બનાવવામાં આવેલી આ નહેર માં કોઈ પ્રકાર નું મેઇન્ટેનન્સ નહીં કરાતા નહેરની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે.જેને લઈ છેલ્લા ઘણા સમયથી નહેર લીકેજ તેમજ તેમાં ગાબડા પડવાની ઘટના બનતી રહે છે.તેવી જ રીતે શહેર ના પર્વત પાટિયા વિસ્તાર ના મુખ્ય માર્ગ સુરત કડોદરા ને જોડતા રોડ પર નહેર માં ગાબડું પડ્યું હતું.જેમાં હજારો લીટર પાણી રોડ પર વહી ગયું હતું.

રોડ પર જાણે પાણી ની નદી વહેતી હોય તે પ્રકાર ના દ્રશ્યો સર્જાયા હતા.શહેરના મુખ્ય માર્ગ પર આ પ્રકારની ઘટના બનતા વાહન ચાલકો અને સ્થાનિકો રોષે ભરાયા હતા.છેલ્લા ઘણા સમય થી આ રોડ પર આ પ્રકાર ની ઘટના બનતી રહે છે.ત્યારે ફરી એક વખત આ પ્રકાર ની ઘટના સર્જાતા રોડ પર પાણી જ પાણી ન દ્રશ્યો સર્જાયા હતા. રોડ પર સાફ પાણી ની નદી વહેતા અનેક લોકો નહેર ના કિનારે ન્હાતા હતા તો અમુક લોકો પોતાના વાહન ધોતા હતા.આટઆટલી સમસ્યા થી પરેશાન થયેલા લોકો એ પાલિકા ના કર્મચારીઓ સામે રોષ વ્યકત કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં નહેરમાં ગાબડું પડતા રોડ પર પાણીની નદી વહી


આ પણ વાંચો:જામનગરમાં ગોઝારો કાર અકસ્માત, દંપતીનું કમકમાટી ભર્યું મોત

આ પણ વાંચો:દાહોદમાં નકલી નોટોના કારોબારનો પર્દાફાશ કરતી દાહોદ SOG પોલીસ

આ પણ વાંચો:કેશોદમાં પતિએ ત્રણ વખત તલાક કહીને પત્નીને આપ્યા છૂટાછેડા

આ પણ વાંચો:ગાયે બાળકનો પીછો કરી અડફેડે લીધો તો દાદી આવ્યા વચ્ચે અને….