Sola Civil Hospital/ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો

સૌથા વધુ વાયરલ ઈન્ફેક્શનના કેસ નોંધાયા

Gujarat Ahmedabad
Beginners guide to 2024 05 14T130338.062 સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો

Ahmedabad News : અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો હોય તેવું જણાય છે. આ હોસ્પિટલમાં 9 હજાર જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.

હાલમાં ચાલી રહેલી ભારે ગરમીને કારણે વાયરલ ઈન્ફેક્શનના કેસ વધ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં માત્ર એક જ અઠવાડિયામાં 9 હજાર દર્દીઓ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ વાયરલ ઈન્ફેક્શનના 1318 કેસ નોંધઝાયા છે. માથાનો દુખાવો, બેચેની લાગવી, અશક્તિ લાગવી જેવા લક્ષણો સાથે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે.

તે સિવાય ઝાડા ઉલ્ટીના પણ 16 કેસ નોંધાયા છે. ઉપરાંત મેલેરિયાના 164 જેટલા શંકાસ્પદ કેસો નોંધાયા છે. જ્યારે ડેંગ્યુના 34 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. ચિકનગુનીયાના 8 શંકાસ્પદ કેસ નોંધાયા છે. ટાઈફોઈડના 3 કેસ નોંધાયા છે. જ્યારે સ્વાઈન ફ્લૂનો એક સંકાસ્પદ કેસ નોંધાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત

આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત